Home> Gujarat
Advertisement
Prev
Next

વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કચ્છ પહોંચ્યા નીમાબેન આચાર્ય, થયું ભવ્ય સ્વાગત

કચ્છના પ્રવાસ દ્વારા થઈ જ ઠેરઠેર નવ નિયુક્ત વિધાનસભાના અધ્યક્ષનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો, ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કચ્છ પહોંચ્યા નીમાબેન આચાર્ય, થયું ભવ્ય સ્વાગત

નિધિરેશ રાવલ, ભૂજઃ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નીમાબેન આચાર્ય આજે પ્રથમ વખત કચ્છ પહોંચ્યા હતા.  કચ્છના આડેસર, સામખીયારી અને ભચાઉ ખાતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આડેસર ખાતે ધાનાણી મિરાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારી મધ્યે સામખીયારી લોહાણા મહાજન દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ભચાઉ ખાતે પણ લોહાણા મહાજન દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

fallbacks

કચ્છના પ્રવાસ દ્વારા થઈ જ ઠેરઠેર નવ નિયુક્ત વિધાનસભાના અધ્યક્ષનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો, ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા નવનિયુક્ત વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે અધ્યક્ષ પદ ગૌરવ પૂર્ણ પદ છે હવે કચ્છના પ્રશ્ર્નો સાથે મળીને ઉકેલવાના પ્રયત્નો કરીશુ.

આ પણ વાંચોઃ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાના લોકો રાખે ખાસ ધ્યાન  

આ અંગે ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કરએ જણાવ્યું હતું વિધાનસભામા લોહાણા સમાજના પ્રતિનિધિ તરીકે એક માત્ર ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિયુક્તિ સમાજ માટે ગૌરવ રૂપ છે.

જ્યારે ભચાઉ લોહાણા મહિલા મંડળના મંત્રી વર્ષાબેન ચંદેએ પણ લોહાણા સમાજના મહિલાને મળેલા પ્રતિષ્ઠિત સ્થાન અંગે ગૌરવ વ્યક્ત કર્યુ હતું. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કલાવતીબેન જોષીએ ભાજપમા જ મહિલાને મહત્વ આપવામાં આવે છે તે વધુ એક વખત ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નિયુક્તથી પુરવાર થયુ છે તેમ જણાવ્યું હતું. 

વિધાનસભાના અધ્યક્ષા ડો નીમાબેન આચાર્યએ સવારથી પ્રવાસમા છુ અને લોકો દ્વારા સ્વાગત સન્માન કર્યું છે કચ્છના લોકોએ હરહંમેશ પ્રેમ આપ્યો છે ત્યારે કચ્છના તમામ ધારાસભ્યો સાથે મળીને નર્મદા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવીશુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More