Home> India
Advertisement
Prev
Next

PM Modi આવતીકાલે રાજસ્થાનમાં ચાર નવી મેડિકલ કોલેજોનો પણ શિલાન્યાસ કરશે

જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થા: CIPETનું ઉદ્ઘાટન કરશે અને રાજસ્થાન (Rajasthan) ના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં ચાર નવી મેડિકલ કોલેજોનો પણ શિલાન્યાસ કરશે.

PM Modi આવતીકાલે રાજસ્થાનમાં ચાર નવી મેડિકલ કોલેજોનો પણ શિલાન્યાસ કરશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 30 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થા: CIPETનું ઉદ્ઘાટન કરશે અને રાજસ્થાન (Rajasthan) ના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં ચાર નવી મેડિકલ કોલેજોનો પણ શિલાન્યાસ કરશે.

fallbacks

આ મેડિકલ કોલેજો (Medical Collage) ને કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના હેઠળ "જિલ્લા/ રેફરલ હોસ્પિટલો સાથે જોડાયેલી નવી મેડિકલ કોલેજો (Medical Collage) ની સ્થાપના" માટે મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ કોલેજોની સ્થાપનાને અપરિક્ષિત, પછાત અને મહત્વાકાંક્ષી જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. યોજનાના ત્રણ તબક્કાઓ હેઠળ દેશભરમાં 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

દેશમાં 1 ઓક્ટોબરથી આ બેંકના એટીએમ થઇ જશે બંધ, આ છે મોટું કારણ

રાજસ્થાન સરકાર (Rajasthan Goverment) સાથે મળીને, ભારત સરકારે CIPET: ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી, જયપુરની સ્થાપના કરી છે. તે આત્મનિર્ભર છે અને પેટ્રોકેમિકલ અને સંલગ્ન ઉદ્યોગોની જરૂરિયાતોને સમર્પિત રીતે સેવા આપે છે. તે યુવાનોને કુશળ તકનીકી વ્યાવસાયિકો બનવા માટે શિક્ષણ પ્રદાન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) પણ ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More