Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં મોટી સરકારી ભરતી, ધોરણ 10-12 પાસ માટે સુવર્ણ તક, પરીક્ષા વગર થશે સીધી પસંદગી

Gujarat Bharti 2025 : ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા લગભગ 9895 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 8 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે.

ગુજરાતમાં મોટી સરકારી ભરતી, ધોરણ 10-12 પાસ માટે સુવર્ણ તક, પરીક્ષા વગર થશે સીધી પસંદગી

Gujarat Anganwadi Recruitment 2025 : ગુજરાતમાં આંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયકની જગ્યાઓ માટે બમ્પર ભરતી થઈ રહી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે, રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી પડશે. તમને જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ દ્વારા 9 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

fallbacks

અરજી કરવાની પાત્રતા

  • આંગણવાડી કાર્યકર અને મીની કાર્યકર માટે લઘુત્તમ લાયકાત 12 પાસ રાખવામાં આવી છે, જ્યારે આંગણવાડી સહાયક માટે 10મું પાસ હોવું જરૂરી છે.
  • આંગણવાડી કાર્યકર અને મીની કાર્યકર માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. તો આંગણવાડી સહાયિકા પદ માટે મહત્તમ વય મર્યાદા 43 વર્ષ છે.
  • ઉમેદવારો સંબંધિત વિષય પર વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

બીજાને નોકરી આપનારાઓની નોકરી જ જોખમમાં, CEO એ AI નું બીજું ભયાનક સત્ય જાહેર કર્યું

પસંદગી પ્રક્રિયા

આ ભરતી વિશે સૌથી સારી વાત એ છે કે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી ફક્ત શૈક્ષણિક લાયકાત અને મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે

કેટલો મળશે પગાર ?

  • આંગણવાડી કાર્યકર - રૂપિયા 10000
  • મીની આંગણવાડી કાર્યકર - રૂપિયા 10,000
  • આંગણવાડી સહાયિકા - રૂપિયા 5500

કેવી રીતે અરજી કરવી ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ
  • આ પછીૉ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો
  • આ પછી ઉમેદવારોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે
  • રજિસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવારોએ પોતાનું અરજી ફોર્મ ભરવું પડશે
  • અરજી ફોર્મ ભર્યા પછી ઉમેદવારોએ તેને સબમિટ કરવી પડશે
  • ફોર્મ સબમિટ કર્યા પછી ઉમેદવારોએ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ લઈ લેવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More