Home> Health
Advertisement
Prev
Next

Hair Fall: શેમ્પૂ કે પાણીના કારણે જ નહીં, શરીરમાં આ 4 બીમારી વધતી હોય તો પણ ખરવા લાગે છે વાળ

Hair Fall Causes: વાળ ખરતા હોય તો મોટાભાગે શેમ્પૂ કે પાણીને દોષ આપવામાં આવે છે. પરંતુ જ્યારે શરીરમાં આ 4 સમસ્યા વધી રહી હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે. તેથી વાળ ખરવાનું યોગ્ય કારણ જાણવા ડોક્ટરી તપાસ જરૂરી છે.
 

Hair Fall: શેમ્પૂ કે પાણીના કારણે જ નહીં, શરીરમાં આ 4 બીમારી વધતી હોય તો પણ ખરવા લાગે છે વાળ

Hair Fall Causes: વાળ ખરવા આજના સમયની સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો વાળ ખરવાની સમસ્યાને સામાન્ય સમજી ઈગ્નોર કરે છે તો કેટલાક લોકો વાળની કેર સારી રીતે કરે છે. વાળ ખરતા અટકે તે માટે અલગ અલગ તેલ, શેમ્પૂ, સીરમ, માસ્કનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખરતા વાળ ઘણીવાર શરીરમાં વધતી બીમારીનું લક્ષણ પણ હોય શકે છે?

fallbacks

આ પણ વાંચો: બીપી સહિત આ 5 સમસ્યા હોય તેણે ન ખાવા ચિયા સીડ્સ, ફાયદાને બદલે નુકસાન કરશે

હેર એક્સપર્ટ અનુસાર વાળ અને સ્વાસ્થ્ય વચ્ચે ગાઢ સંબંધ હોય છે. આપણા વાળના મૂળ શરીરની એ સંરચનાઓ સાથે ઝડપથી કામ કરે છે જેમને સતત પોષણ, હોર્મોન અને ઓક્સીજનની જરૂર હોય છે. 

આ પણ વાંચો: એન્ઝાઈટી અને સ્ટ્રેસનો સૌથી અસરદાર દેશી ઈલાજ, આ લીલા પાન ચાવવાથી મન તુરંત શાંત થશે

જ્યારે શરીર કોઈ સ્ટ્રેસ કે બીમારીમાંથી પસાર થાય છે ત્યારે સૌથી પહેલા વાળના ફોલિકલ્સ પ્રભાવિત થાય છે. એટલે ઘણીવાર ખરતા વાળ શરીરમાં વધતી બીમારીનું શરુઆતી સંકેત પણ હોય છે. જેમકે ડાયાબિટીસ, હોર્મોનલ સમસ્યા, સ્ટ્રેસ, ડિપ્રેશન, પોષણનો અભાવ, વિટામિનની ખામી વગેરે. વાળ ખરતા હોય તો બહારી કારણો પર ધ્યાન આપવાને બદલે શરીરમાં અંદર થતા ફેરફારો પર ધ્યાન આપવું જોઈએ. 

આ હેલ્થ પ્રોબ્લેમમાં ખરવા લાગે છે વાળ

આ પણ વાંચો: Liver: હળદરથી લઈ લસણ સુધીની આ વસ્તુઓ લીવરને અંદરથી કરશે સાફ, ડાયટમાં કરો સામેલ

આયરનની ઊણપ

ભારતીય મહિલાઓમાં સૌથી સામાન્ય સમસ્યા હોય છે આયરનની ઊણપ. ફેરિટિન નામના પ્રોટીનનું સ્તર ઘટી જાય તો વાળના ફોલિકલ્સ આરામની સ્થિતિમાં જતા રહે છે. જેના કારણે વાળ નબળા પડી ઝડપથી ખરવા લાગે છે. મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. 

આ પણ વાંચો: ડાયાબિટીસની શરુઆતમાં સવારે દેખાતા લક્ષણો, આ 4 સંકેતોને ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં

થાઈરોઈડ

થાઈરોઈડ હોર્મોન આપણા શરીરની કોશિકાઓના વિકાસ, ઉર્જા અને તાપમાનને કંટ્રોલ કરે છે. થાઈરોઈડની સમસ્યા થવા પર મોટાભાગના દર્દીના વાળ ખરવા લાગે છે. અથવા વાળ પાતળા થવા લાગે છે. આ લક્ષણ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં જોવા મળે છે. 

આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવા 3 રીતે ખાઈ શકાય છે લસણ, નસોમાં જામેલી ગંદકી થઈ જશે સાફ

ઓટોઈમ્યૂન બીમારીઓ

વાળ ખરવાનું કારણ ઘણીવાર શરીરની પ્રતિરક્ષા પ્રણાલમાં ગડબડનો સંકેત હોય શકે છે. એલોપેસિયા એરિયાટા એક એવી સ્થિતિ છે જેમાં ઈમ્યુન સિસ્ટમ પર હુમલા દ્વારા વાળ ખરવા લાગે છે. જેમાં વાળ ખરવા, ગોળ પેચીસમાં વાળ ખરી જવા, વાળનો ગ્રોથ અટકી જેવા જેવી સમસ્યા થાય છે. 

આ પણ વાંચો: Kidney: ગંદી કિડનીને સાફ કરવામાં મદદ કરશે આ 4 ફળ, રોજ કોઈપણ એક ખાવું

હાર્ટ ડિસીસ સાથે સંબંધ

પુરુષોમાં શરુ થતા એંડ્રોજેનેટિક એલોપેસિયા હાર્ટ ડિસીઝ અને મેટાબોલિક સિંડ્રોમ જેવા સ્વાસ્થ્ય જોખમ સાથે જોડાયેલા હોય શકે છે. આ સ્થિતિમાં પણ વાળ ખરી શકે છે. આ સમસ્યા હાઈ બીપી, સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ સંબંધિત અન્ય જટીલતા હોય તો પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More