ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ માટે ઉમેદવારી પત્ર ખેંચવાની તારીખ પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સુરત જિલ્લાની કુલ 16 બેઠક પર ઉમેદવારોનું ફાઇનલ ચિત્ર સામે આવી ગયું છે. સુરત શહેરમાં 12 અને જિલ્લાની કુલ ચાર એટલે કે 16 વિધાનસભા સીટ છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ પૂર્ણ થયા બાદ હવે કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેની વિગત સામે આવી ગઈ છે.
શું છે સુરત જિલ્લાની સ્થિતિ
સુરત જિલ્લામાં શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકો પર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થઈ ગઈ છે. સુરત જિલ્લાની કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે. જેમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. સુરતમાં અનેક દિગ્ગજો મેદાનમાં છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત અનેક મોટા નેતા સુરતથી ચૂંટણી લડી રહ્યાં છે. એટલે કે સુરતની સીટો પર આ વખતે સમગ્ર ગુજરાતની નજર છે.
આ બેઠક પર સૌથી વધુ ઉમેદવારો
સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો ફાઇનલ થયા છે. જ્યારે જિલ્લાની ચાર બેઠકો પર કુલ 20 ઉમેદવારો મેદાનમાં છે. સુરત શહેરની લિંબાયત વિધાનસભા સીટ પર સૌથી વધુ 44 ઉમેદવારો મેદાનમાં છે. તો સુરત શહેરમાં મજુરા વિધાનસભા સીટ પર માત્ર 4 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે મજુરાથી હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં PM મોદીની 8 રેલી, ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે