Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: છોટા રાજન સાથે સંડોવેયાલા D-Gangના બે સાગરીતોની કરી ધરપકડ

ગુજરાત એટીએસએ દાઉદ અને છોટા રાજન સાથે સંડોવેયાલા ડી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી. આરોપી વલસાડમા થયેલી સાત કરોડની લૂંટના મુખ્ય સુત્રધાર છે. 1993મા મુંબઈમા બીજેપીના ધારાસભ્યની હત્યા કરી હતી. એટીએસએ બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

અમદાવાદ: છોટા રાજન સાથે સંડોવેયાલા D-Gangના બે સાગરીતોની કરી ધરપકડ

ઉદય રંજન અમદાવાદ: ગુજરાત એટીએસએ દાઉદ અને છોટા રાજન સાથે સંડોવેયાલા ડી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી. આરોપી વલસાડમા થયેલી સાત કરોડની લૂંટના મુખ્ય સુત્રધાર છે. 1993મા મુંબઈમા બીજેપીના ધારાસભ્યની હત્યા કરી હતી. એટીએસએ બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

fallbacks

આ પણ વાંચો:- રાજકોટમાં 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, નેપાળી શખ્સની ધરપકડ

જાન્યુઆરી 2020મા વલસાડમા ઈન્ડિયા ઈન્ફોઈલાઈન લીમિટેડ કપંનીની ઓફીસમા રૂ 7 કરોડની લૂંટ કેસમા ગુજરાત એટીએસએ બે આરોપીની ધરપકડ કરી. આ બન્ને આરોપીઓ છોટા રાજનની ડી ગેંગ સાથે સંડોવાયેલા છે. જેમા સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના અને શરમત બેગ ઉર્ફે કાલુ હમામ ઝડપાયા છે. ડી ગેંગના સંતોષ અને શરમત પોતાના સાગરીતો સાથે વલસાડમા હથિયારો સાથે લૂંટ કરવા પહોચ્યા હતા. ફરિયાદી પર હુમલો કરીને તેને બંદી બનાવીને લૂંટને અંજામ આપ્યો. ગુજરાત એટીએસએ બાતમીના આધારે કર્ણાટકથી આરોપીની ધરપકડ કરી. લૂંટના 70 લાખ રૂપિયા આરોપી સંતોષ નાયકએ ઘરમાં છુપા ખાના બનાવીને છુપાયા હતા.

આ પણ વાંચો:- Coronavirus: સુરતમાં 45 કોરોના પોઝિટિવ કેસ, વલસાડમાં 2 કેસ નોંધાયા

વલસાડ આઈઆઈએફએલમા 7 કરોડની લૂંટનો ભેદ ગુજરાત એટીએસએ ઉકેલીને મોટી સફળતા મેળવી. ડી ગેંગના સાગરીતોએ અસંખ્ય ગુના આચર્યા હોવાનુ ખુલ્યુ. એટીએસએ આરોપીનો કસ્ટીડી વલસાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. આ ઉપરાંત લૂંટના 7 કરોડમાંથી 70 લાખ જ મળી આવતા અન્ય લૂંટનો મુદ્દામાલ કયા છુપાયો છે. જયારે ગેંગના 6થી વધુ આરોપીઓ ફરાર હોવાથી તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More