Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, નેપાળી શખ્સની ધરપકડ

રાજકોટનાં મવડી ગામમાં બે મહિના પહેલા થયેલી 25 લાખની ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ઘરકામ કરવા આવતી કામવાળી નિરજા નેપાળીએ પતિ સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે નવાઇની વાત એ છે કે, બેંગ્લોરથી બે પ્રોફેસનલ ચોરને રાજકોટ બોલાવીને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે નેપાળી શખ્સની ધરપકડ કરી 3.73 લાખનાં સોનાનાં દાગીના કબજે કરી તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, નેપાળી શખ્સની ધરપકડ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટનાં મવડી ગામમાં બે મહિના પહેલા થયેલી 25 લાખની ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ઘરકામ કરવા આવતી કામવાળી નિરજા નેપાળીએ પતિ સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે નવાઇની વાત એ છે કે, બેંગ્લોરથી બે પ્રોફેસનલ ચોરને રાજકોટ બોલાવીને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે નેપાળી શખ્સની ધરપકડ કરી 3.73 લાખનાં સોનાનાં દાગીના કબજે કરી તપાસ શરૂ કરી છે.

fallbacks

આ પણ વાંચો:- GujaratEVimarshમાં મંત્રી કૌશિક પટેલ બોલ્યા, ‘વિજયભાઈએ સમયસર અનેક નિર્ણયો લીધા, ચોક્કસથી બેઠા થઈ જઈશું’

રાજકોટ પોલીસનાં ઝાપતામાં રહેલા આ શખ્સને જૂઓ. આ શખ્સનું નામ છે સુર્ય પ્રસાદ તિમીલસેન(નેપાળી). આરોપી પર આરોપ છે 25 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપવાનો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, મવડી ગામ બાપાસિતારામ ચોક નજીક આવેલા આલાપ પામ સોસાયટીમાં રહેતા અને જમીન મકાન લે-વેંચ કરતા જીતુ સોરઠીયાએ ગત તારીખ 22નાં બંઘ ઘરમાંથી રોકડા 12 લાખ અને 13 લાખ 20 હજારનાં સોનાના દાગીના મળી 25.20 લાખની ચોરી થઇ હોવાની ફરીયાદ મળી હતી. પોલીસે તપાસ કરતા આઠ મહિનાથી ઘરકામ કરવા આવતી નિરજા નેપાળી ગુમ હતી.

આ પણ વાંચો:- Coronavirus: સુરતમાં 45 કોરોના પોઝિટિવ કેસ, વલસાડમાં 2 કેસ નોંધાયા

પોલીસે તેનાં પતિ મહેશની તપાસ કરતા પણ તે પણ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે નિરજાનાં મોબાઇલ ફોનનું લેકેશન કાઢતા બેંગ્લોર છેલ્લે ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ પોલીસે બેંગ્લોર ક્રાઇમ બ્રાન્ચની મદદ થી આરોપી સુર્યપ્રસાદ તિમીલસેનને દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપી પાસે થી 3.73 લાખનાં સોનાનાં દાગીના કબજે કર્યા હતા. જ્યારે નેપાળી નિરજા સહિતનાં ત્રણ શખ્સો હજું પોલીસ પકડ થી દુર છે. પોલીસનાં કહેવા મુજબ, આરોપી નિરજા નેપાળી આઠ મહિના થી ઘરકામ કરતી હતી. જ્યારે તેનો પતિ મહેશ વાહનો ઘોવા માટેનું કામ કરતો હતો.

આ પણ વાંચો:- ઝી 24 કલાકનું GujaratEVimarsh - કોરોના સંકટમાં પહેલીવાર ઈ-મંચ પર સાથે આવ્યા રૂપાણી સરકારના મંત્રીઓ

આરોપી નિરજા પરિવારોને વિશ્વાસમાં લઇને તેમનાં ઘરની માહિતી મેળવી લેતી હતી. ઘરમાં ક્યાં તિજોરી છે કેટલા રૂપીયા છે સહિતનું ઘ્યાન રાખતી હતી અને ત્યારબાદ પરિવારજનો બહારગામ જાય ત્યારે ચોરીને અંજામ આપવાનો પ્લાન ઘડતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કામવાળી નિરજા નેપાળી અને તેનાં પતિ મહેશે મળીને બેંગ્લોરમાં રહેતા તેના સગા અને પ્રોફેસનલ ચોરી કરતા બે શખ્સોને રાજકોટ બોલાવ્યા હતા. જેમાં આરોપી સૂર્ય પ્રસાદ નેપાળી રાજકોટ આવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. જોકે 25 લાખની ચોરી કરી આરોપીઓ બેંગ્લોર જતા રહેતા પોલીસે બેંગ્લોર ક્રાઇમ બ્રાન્ચની મદદ થી આરોપીને દબોચી લીધો હતો..પરંતુ હજું ત્રણ આરોપીઓ ફરાર છે.

આ પણ વાંચો:- સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતા જ આરોપીએ કરી હત્યા, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ

પોલીસ તપાસમાં ઘરકામ કરતી કામવાળી પાસે માત્ર ઘરનાં દરવાજાની ચાવી નહોતી. બાકી તિજોરીનાં લોકની માહિતી સહિતની વિગતો મેળવી લેતી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ નિરજા, તેના પતિ મહેશ અને લક્ષમણ રાજકોટ ચોરીને અંજામ આપીને અમદાવાદ થી છુટા પડી ગયા હતા. જ્યારે આરોપી સૂર્ય પ્રસાદ બેંગ્લોર હોવાથી પોલીસે દબોચી લીધો હતો. પકડવાનાં બાકી આરોપીઓ નિરજા, મહેશ અને લક્ષ્મણ પોતાનાં વતન નેપાળ જતા રહ્યા છે કે પછી અન્ય સ્થળે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. જોકે કેટલા સ્થળોએ આ ટોળકીએ ચોરીને અંજામ આપ્યો સહિતની પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More