Salangpur Hanuman : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ હરિપ્રકાશદાસ સ્વામીની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં - દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ 14 માર્ચે એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. જે બાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઓર્ગેનિક સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે.
કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો હશે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદકિલ્લોલ કરશે. મહત્ત્વનું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11 થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તો હરિપ્રકાશદાસ સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે. હાલ મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીના એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ, કયા ફૂટેલા નેતાઓને કાઢી મૂકાશે?
ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ :
આ રંગોત્સવ અંગે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા પહેરાવાશે. દાદાની સન્મુખ 10થી 11 પ્રકારના ઓર્ગેનિક રંગ ધરાવાશે અને ફૂલનો અભિષેક કરવામાં આવશે. સવારે 8થી 11 વાગ્યા સુધી રંગોત્સવ થશે. આ દિવસના વિશેષ વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે.
"દાદાના દરબારમાં ઐતિહાસિક હોલી" હોલી ઉત્સવમાં ૧૪ માર્ચ ૨૦૨૫ને (પૂનમ) શુક્રવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૧:૦૦ કલાકે પરિવાર સાથે દાદાના રંગે રંગાવા સાળંગપુરધામ પધારવા હાર્દિક આમંત્રણ છે.
હોળીએ ડાકોર જવાના હોય તો આ રસ્તાઓ મળશે બંધ, ડાયવર્ઝન રુટ વાંચીને નીકળજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે