Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપમાં ભરતી મેળામાં આજે કોંગ્રેસના ત્રણ મોટા માથા જોડાશે : કોંગ્રેસને અહી પડશે ફટકો

Gujarat Congress : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને વિવિધ મોરચાના પ્રમુખો આજે કોંગ્રેસ છોડીને જોડાશે ભાજપમાં,,, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કમલમમાં યોજાશે કાર્યક્રમ
 

ભાજપમાં ભરતી મેળામાં આજે કોંગ્રેસના ત્રણ મોટા માથા જોડાશે : કોંગ્રેસને અહી પડશે ફટકો

Gujarat BJP Loksabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપું કોંગ્રેસ મુક્ત ગુજરાત અભિયાન શરૂ થઈ ગયું છે. ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે, ત્યારે આજે ભાજપમાં ભરતી મેળામાં વધુ કોંગ્રેસીઓ સામેલ થવા જઈ રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસમાં મોટા માથા કહેવાતા, જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તથા બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો ભાજપમાં જોડાવાના છે. 

fallbacks

જામજોધપુરમાં મોટું ગાબડું 
જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા કાલે ભાજપમાં જોડાશે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા. તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસને જામજોધપુરમાં મોટો ફટકો પડી શકે છે. 

ધ્રૂજાવી નાંખે તેવી ઘટના : ઘરકંકાસમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું

બાલાકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે
આજે ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે. કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે તેઓ ભાજપનો ખેસ પહેરશે. બાલકૃષ્ણ પટેલ ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 

સાવલી કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું
આજે સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ પણ ભાજપમાં જોડાનાર છે. કુલદીપસિંહ પોતાના કાર્યકર્તાઓ સાથે શક્તિપ્રદર્શન કરીને કેસરિયા કરશે. તેઓએ સાવલીમાંથી 200 ગાડીઓ બુક કરાવી છે. બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. કોંગ્રેસની ટીકીટ લઈ વિધાનસભાની ચૂંટણી લડેલા કોંગી ઉમ્મીદવાર  કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો કાર્યકરો સાથે ગાંધીનગર રવાના થયા છે. ડેસરથી 1500થી વધુ કાર્યકરો સમર્થકો સાથે 100થી વધુ વાહનો દ્વારા કાફલો ગાંધીનગર રવાના થયો છે. કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અને ભાજપા સરકારના વિકાસકાર્યોને લઈ તેઓએ ભાજપામાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. કુલદીપસિંહ 2023માં કેતન ઇનામદાર સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 

વડોદરા બોટ દુર્ઘટનાનો FSL રિપોર્ટમાં ખુલાસો : 1 ટન વજનની બોટમાં દોઢ ટન વજન થયુ હતુ

અમદાવાદ એરપોર્ટ બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ : સૌથી વધુ મુસાફરો 2023 માં નોંધાયા

વિદ્યાર્થીનીની છેડતી પર સ્કૂલે કર્યું મોટું કામ, રોમિયોને પકડીને શીખવાડ્યો સબક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More