Home> Gujarat
Advertisement
Prev
Next

ધ્રૂજાવી નાંખે તેવી ઘટના : ઘરકંકાસમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું, પોતે પણ પીધું

Mother Chokes 9 month old Daughter With Acid : ઉપલેટામાં હૈયું હચમચાવતી ઘટના બની. માતાએ 9 મહિનાની પુત્રીને એસિડ પીવડાવ્યું, પોતે પણ ગટગટાવી ગઈ, જનેતાનું મોત, માસૂમના જીવન-મરણ વચ્ચે ઝોલાં

ધ્રૂજાવી નાંખે તેવી ઘટના : ઘરકંકાસમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું, પોતે પણ પીધું

Rajkot News : રાજકોટના ઉપલેટામાં ધ્રૂજાવી નાંખનારી ઘટના સામે આવી છે. ઘરકંકાસમાં માતાએ એસિડ પીને આપઘાત કર્યો હતો. એટલું જ નહિ, 9 મહિનાની દીકરીને પણ માતાએ એસિડ પીવડાવ્યું હતું. આ ઘટનામાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજ્યું છે. પરંતું 9 મહિનાની પુત્રી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉપલેટાના ભીમોરા ગામનો આ બનાવ છે. જેમાં પતિએ પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જોકે, કેમ આપઘાત કર્યો તે કારણ હજુ અકબંધ છે. 

fallbacks

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસુમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. જોકે, સમગ્ર કિસ્સામાં આ માસુમનો શું વાંક હતો. પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. 

વડોદરા બોટ દુર્ઘટનાનો FSL રિપોર્ટમાં ખુલાસો : 1 ટન વજનની બોટમાં દોઢ ટન વજન થયુ હતુ

છેલ્લા કેટલાક સમયથી માતાપિતા લાગણીહીન બન્યા હોય તેવું લાગી રહ્યું છે. માતાપિતાના ઝગડાઓમાં માસુમોની જિંદગી હણાઈ રહી છે. ક્યાંક બાળકોને તરછોડી દેવાય છે, તો ક્યાંક બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાય છે. આવી ઘટનાઓ સભ્ય સમાજ પર અનેક આંગળીઓ ઉઠાવી રહી છે. પરંતું છતા માતાપિતા બાળકોની જિંદગી સાથે રમકડાની જેમ રમે છે. આ સમગ્ર ઘટનામાં 9 મહિનાની બાળકીનો શું વાંક હતો?

ગુજરાત પર વધુ એક આફતની આગાહી : કાતિલ ઠંડીના જબરદસ્ત રાઉન્ડની એન્ટ્રી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More