ઝી બ્યુરો/બોટાદ: બોટાદના ઢાંકણીયા ગામે નવઘણ જોગરાણા નામના 30 વર્ષીય યુવાનનું ગળુ કાપી હત્યાં કરવામાં આવતા સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી છે. જૂની અદાવતમાં યુવાનની હત્યા કરાઈ છે. બે લોકોને ગંભીર ઇજા થતા ભાવનગર હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા પોલીસે 6 શખશો વિરુદ્ધ હત્યાંનો ગુન્હો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઢાકણીયા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અબજોની હેરાફેરીના આંકડાઓ અને સટ્ટાની માસ્ટરી જોઈ પોલીસ ચોંકી, આ રીતે રમાતો સટ્ટો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના ઢાકણીયા ગામે ગત રાત્રીના 30 વર્ષીય ભરવાડ યુવાનનુ ગળુ કાપી નિર્મમ હત્યાં કરવામાં આવી અને તેની સાથે રહેલા બે લોકોને ગંભીર ઇજા થતા પ્રથમ બોટાદ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવાનની દેડબોડીને પીએમ અર્થે બોટાદ હોસ્પિટલ ખાસેડવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારા આરોપીઓને શોધખોળ શરુ કરી હતી.
ગુજરાતમાં 1400 કરોડનું ક્રિકેટ સટ્ટાકાંડ: રાકેશ રાજદેવ-ઊંઝાના ટોમી પટેલના નામ ખૂલ્યા
બોટાદના ઢાકણીયા ગામે થયેલ હત્યા બાબતે પળીયાદ પોલીસ સ્ટેશનમા 6 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદી તેજા ભાઈ જોગરાણા એ પળીયાદ પોલીસ સ્ટેશનમા આરોપીઓ ઇકબાલ રાઠોડ, દાઉદ રાઠોડ, અમન સાજીદ, બહાદુર, અને હકુભાઇ રહીમ ભાઈ રાઠોડ કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસે 302, 307 અને રાયોટિંગ સહિતની કલમો દાખલ કરી આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ કોઈ પણ પ્રકારની અનિછનીય ઘટના ના બને તે માટે પોલિસ દ્વારા ઢાકણીયા ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે