નવી દિલ્હીઃ Umran Malik and Siraj Viral Video, IND vs AUS: અનુભવી ઓપનર રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ માટે ખેલાડીઓ તૈયારીઓમાં વ્યસ્ત છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી શ્રેણી શરૂ થયા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. તેનું કારણ એક વાયરલ વીડિયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રિસેપ્શન દરમિયાન બે ભારતીય ક્રિકેટરો 'તિલક' લગાવવાની ના પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો વિશે અલગ-અલગ વાતો કરી રહ્યા છે.
સિરાજ અને ઉમરાન થયા ટ્રોલ
બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચ રમાશે. સિરીઝ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓને લઈને વિવાદ શરૂ થયો છે. જે બે ખેલાડીઓનો ઉલ્લેખ થઈ રહ્યો છે. તે મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક છે. એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ હોટલમાં સ્વાગત દરમિયાન સિરાજ અને ઉમરાન મલિક મહિલા સ્ટાફ દ્વારા તિલક લગાવવાની ના પાડી દે છે. આ બંનેને કટ્ટર કહેતા ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તો કેટલાક ફેન્સ તેનો સપોર્ટ કરી રહ્યાં છે.
मोहम्मद सिराज और उमरान मलिक टीका नहीं लगवाते हैं क्योंकि वे उस स्तर पर पहुंचने के बाद भी अपने धर्म के प्रति कट्टर हैं। pic.twitter.com/lGwCWxu3xx
— Yogi Devnath 🇮🇳 (@YogiDevnath2) February 3, 2023
વિક્રમ રાઠોડે પણ ન લગાવ્યું તિકલ
મોહમ્મદ સિરાજ અને ઉમરાન સિવાય ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પણ તિલક લગાવ્યું નથી. પરંતુ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત અન્ય લોકો તિલક લગાવે છે. દરેક ખેલાડીની એન્ટ્રી પર ત્યાં હાજર લોકો તાળીઓથી તેનું સ્વાગત કરે છે. સપોર્ટ સ્ટાફના સભ્ય હરિ પ્રસાદ મોહને પણ તિલક લગાવ્યું નથી. પરંતુ ટ્રોલર્સ સિરાજ અને ઉમરાન મલિકને નિશાન બનાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ રમત છોડીને શરૂ કર્યું 'ગંદું કામ', 30 દિવસમાં 10 કરોડ કમાઈ
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
જ્યારે ભારતીય ટીમ નાગપુરની હોટલમાં પહોંચે છે, ત્યારે સ્ટાફે તેમનું સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે હેડ કોચ રાહુલ દ્રવિડ, સિરાજ, ઉમરાન અને સપોર્ટ સ્ટાફના સભ્યો પ્રવેશ કરે છે, ત્યારે એક મહિલા સ્ટાફ તેમના કપાળ પર તિલક લગાવીને તેમનું સ્વાગત કરવા ઊભી હોય છે. આવી સ્થિતિમાં દ્રવિડ અને અન્ય કેટલાક લોકો તિલક લગાવે છે, જ્યારે સિરાજ, ઉમરાન અને રાઠોડ સહિત કેટલાકે ના પાડી હતી. કેટલાક સભ્યો ચશ્મા ઉતારે છે અને તિલક લગાવીને આગળ વધે છે.
ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ
હવે આ મામલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતા એક યૂઝરે લખ્યું કે આ બંને ક્રિકેટર પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર છે. પરંતુ ઘણા લોકોએ બંને ક્રિકેટરોનું સમર્થન પણ કર્યું છે. હકીકતમાં તિલક લગાવવાનું કારણ બીજુ પણ હોઈ શકે છે પરંતુ સોશિયલ મીડિયા પર ખાસ કરીને સિરાજ અને ઉમરાનને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Ranji Trophy : સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં છતાં પંજાબને હરાવી સૌરાષ્ટ્ર સેમીફાઇનલમાં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે