Gujarat Politics : કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યાં છે. કડી પેટાચૂંટણી માટે રાજેન્દ્ર ચાવડાને ભાજપની ટિકિટ આપી. તો વિસાવદર પેટાચૂંટણી માટે કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર બન્યા. તો કડી બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે.
કડીમાં કઈ પાર્ટીના કયા ઉમેદવાર
કડીમાં રાજેન્દ્ર ચાવડા વર્સિસ રમેશ ચાવડા
કડી વિધાનસભામાં ભાજપે ઉમેદવાર જાહેર કરાયા છે. કડી વિધાનસભાની સીટ પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે. રાજેન્દ્ર ચાવડા જોટાણાના વતની છે. કડીમાં રાજેન્દ્ર ચાવડા Vs રમેશ ચાવડા વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. કડી વિધાનસભા બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
ગુજરાતના આ ડાયમંડ કિંગે લીધો 311 હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ, 121 તો બની પણ ગયા
વિસાવદરમાં હજી કોંગ્રેસનું કંઈ ક્લિયર નથી
વિસાવદર પેટાચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કિરીટ પટેલે કહ્યું કે, વધુને વધુ લીડથી જીત મળે તેવા પ્રયાસ કરીશું. અમારો ચૂંટણી માટેનો રોડ મેપ પણ જાહેર કરીશું.
મહત્વનું છે કે, વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આજે કિરીટ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. જો કે, હજુ સુધી કૉંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત પણ નથી કરી. ત્યારે ચૂંટણી મેદાને ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે.
રમેશ ચાવડાની પ્રોફાઈલ
રમેશ ચાવડાના નામ પર બધા સહમત થયા
કડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે રમેશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. રમેશ ચાવડા ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી કડીથી જ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશ ચાવડાએ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી કડી મતવિસ્તારમાંથી જીતી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના હિતુ કનોડિયાને ૧,૨૧૭ મતોના મતોથી હરાવ્યા હતા. રમેશ ચાવડા આજે ફોર્મ ભરશે. સેન્સ પ્રક્રિયામાં મોટાભાગના નેતાઓ અને કાર્યકરોએ રમેશ ચાવડાના નામનું સૂચન કર્યું હતું.
સામે આવ્યું મેવાણીના કડીમાં પ્રભારી ન બનવાનું સાચું કારણ, આ તસવીરથી શરૂ થયું મહાભારત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે