Home> Gujarat
Advertisement
Prev
Next

ગંભીર બેદરકારી : વોર્નિંગ કાર વગર રવાના થયો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાફલો

Gujarat CM Convoy : CMના કોન્વોયમાં ગંભીર બેદરકારી સામે આવી... વડોદરામાં કાફલા આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ, ભૂપેન્દ્ર પટેલને વોર્નિંગ વાન વિના જ સાવલી રવાના થવું પડ્યું

ગંભીર બેદરકારી : વોર્નિંગ કાર વગર રવાના થયો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાફલો

Vadodara News : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં કામ પૂરુ કરીને તેઓ સાવલી જવા રવાના થયા હતા. પરંતું તે પહેલા જ તેમના કાફલામાં આગળ ચાલતી વોર્નિંગ કાર ખોટકાઈ હતી. જેથી તેઓને વોર્નિંગ કાર વિના જ સાવલી જવા નીકળવુ પડ્યુ હતું. જોકે, આ એક ગંભીર બેદરકારી છે કે, મુખ્યમંત્રીને વોર્નિંગ કાર વગર જવુ પડ્યુ હતું. વોર્નિંગ વાનમાં હાજર પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે, આજે સવારના 7 વાગ્યે ગાડી ઉભી રાખી હતી. ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ લાગતો નથી. બધુ કરી જોયું છે પણ ચાલુ થતી નથી.

fallbacks

વડોદરા એરપોર્ટ પર પોલીસની વોર્નિંગ વાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી અને ગાડી ચાલુ જ ન થતાં વડોદરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી અને મુખ્યંત્રીના કાફલાને વોર્નિંગ વાન વિના જ નીકળી જવું પડ્યું હતું.

પાંચ ચોપડી ભણેલા ગુજરાતી કવિની આગાહી સામે બાબા વેંગા અને નાસ્ત્રેદમસ પણ ફિક્કા

વડોદરા શહેર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન સમયે જ તેમના કાફલાની વોર્નિંગ કાર ખોટકાઈ હતી. આખરે વોર્નિંગ વાન વિના જ CM નો કોન્વોય સાવલી જવા રવાના થયો હતો. વોર્નિંગ કાર વારંવાર ચાલુ કરવાના પ્રયત્નો કરવા છતાં વોર્નિંગ વાન ચાલુ થઈ ન હતી. પોલીસ વિભાગે વોર્નિંગ વાન ચાલુ કરવા દોડધામ કરી મૂકી હતી. આખરે પાઇલોટિંગની વોર્નિંગ વાનન સાઇડ પર કરી કાફલો સાવલી જવા રવાના કરાયો હતો. તેઓને સાવલીમાં એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં જવાનું હતું, જેથી તેઓ વોર્નિંગ વાન વગર જ નીકળ્યા હતા. 

વડોદરામાં મહાવીર જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના જૈન અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. વડોદરા એરપોર્ટ પર જૈન સમાજના લોકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી મોઢું મીઠું કરાવ્યું હતું. મહાવીર જયંતીની મુખ્યમંત્રીએ જૈન સમાજના અગ્રણીઓને શુભકામના પણ પાઠવી હતી. 

ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More