Home> World
Advertisement
Prev
Next

દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવી અનેક ચોંકાવનારી બાબતો

Infertility in India: WHOના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દર 6માંથી 1 વ્યક્તિ ઇનફર્ટિલીટીનું જોખમ ધરાવે છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની 17.5 ટકા વસ્તી Infertilityનો શિકાર છે.

દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવી અનેક ચોંકાવનારી બાબતો

Infertility in India: દુનિયામાં દર 6 માંથી 1 વ્યક્તિ Infertility નું જોખમ ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના લેટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. WHO ના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દર 6માંથી 1 વ્યક્તિને Infertility નું જોખમ છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની 17.5 ટકા વસ્તી Infertility નો શિકાર છે. એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અમીર અને ગરીબ બંને દેશોમાં સર્જાયેલા આ ખતરાને લઈને તેના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટમાં સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે સમૃદ્ધ દેશોમાં 17.8% લોકો અને ગરીબ દેશોમાં 16.5% લોકો જીવનભર Infertility નો શિકાર બને છે.

fallbacks

WHOએ ચોંકાવનારા તથ્યો જાહેર કર્યા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ પોતાના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે 12.6 ટકા લોકો એવા છે જેઓ થોડા સમય માટે Infertilityની સમસ્યા સાથે સંઘર્ષ કરે છે. આ સિવાય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વ્યાખ્યા અનુસાર, જો એક વર્ષ સુધી ગર્ભનિરોધક વિના પ્રેગ્નન્સી માટે પ્રયાસ કર્યા પછી પણ સફળતા ન મળે તો વ્યક્તિને Infertility રોગનો શિકાર માનવામાં આવે છે.

WHO Report: મીઠું બની રહ્યું છે સાયલન્ટ કિલર, 70 લાખ લોકોના જીવ જોખમમાં
ચિપ્સનું કે બિસ્કીટનું એક પેકેટ ઘટાડી શકે છે તમારી ઉંમર, WHOએ આપી ચેતવણી!
આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન

1990-2021 વચ્ચે કરવામાં આવેલો અભ્યાસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અભ્યાસ 1990 થી 2021 વચ્ચે કર્યો છે અને આ દરમિયાન કુલ 133 અભ્યાસ કરવામાં આવ્યા છે, જેના આધારે આ આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાંથી 66 અભ્યાસ એવા છે, જે પતિ-પત્ની પર કરવામાં આવ્યા હતા. આ સિવાય 53 અભ્યાસમાં એવા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો જેઓ પરિણીત નહોતા પરંતુ પાર્ટનર હતા. તે જ સમયે, એવા 11 અભ્યાસ છે જેમાં વૈવાહિક સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરિણામો અનુસાર, પુરુષો કરતાં સ્ત્રીઓમાં Infertility ની સમસ્યા વધુ જોવામાં આવી હતી, જો કે અભ્યાસમાં સામેલ મહિલાઓની કુલ સંખ્યા વધુ હતી. મોટાભાગના અભ્યાસો યુરોપના હતા. અભ્યાસમાં યુરોપિયન દેશોનો હિસ્સો લગભગ 35% હતો.

દક્ષિણ એશિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો
આ ઉપરાંત, કુલ અભ્યાસમાં 9% દક્ષિણ એશિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારત પણ આવે છે. ભારતમાં નિઃસંતાન દંપતી સારવાર માટે તેમના ખિસ્સામાંથી ખર્ચ કરી રહ્યા છે. IVF સાયકલની કિંમત ઘણી વધારે છે કારણ કે લોકો સામાન્ય રીતે ખાનગી કેન્દ્રોમાં આવી સારવાર માટે જાય છે.

આ પણ વાંચો: ઓ બાપ રે! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ
આ પણ વાંચો: Indian Railways: આ છે 'કરોડપતિ' TT, મુસાફરોને દંડ ફટકારી ભરી દીધો રેલવેનો ખજાનો
આ પણ વાંચો: 
દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો

ભારતમાં વ્યક્તિ તેની આવક કરતાં વધુ ખર્ચ કરે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી હોસ્પિટલોમાં IVF જેવી પ્રક્રિયાઓ નહિવત છે. WHO ના અભ્યાસ અનુસાર, ભારત બાળકની ઈચ્છા પૂરી કરવા માટે સૌથી વધુ ખર્ચ કરે છે. ભારતમાં, વ્યક્તિ ART સાયકલ પર તેની સરેરાશ વાર્ષિક આવક કરતાં 166 ગણો વધુ ખર્ચ કરે છે.

IVFની અંદાજિત કિંમત
વિશ્વમાં ઈચ્છુક બાળકની સારવાર પર થતા ખર્ચનો અંદાજ એ છે કે ક્યાંક 2109 USD એટલે કે 1 લાખ 73 હજાર ભારતીય રૂપિયામાં ખર્ચાય છે તો ક્યાંક 15.30 લાખ રૂપિયા છે. ભારતમાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવે છે. ભારતમાં, એક ART સાયકલની કિંમત $18592 એટલે કે લગભગ 15.30 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો}

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More