Gujarat Politics : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક ભાજપનું ગૂંચવાયેલા કોકડું જેવું છે. હવે ગમે ત્યારે જાહેર થાય તેવો સમય આવી ગયો છે. આવામાં હવે ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીનો બુલાવો આવ્યો છે. ત્યારે હવે ફરીથી નવા પ્રદેશ પ્રમુખનું ભૂત ધૂણ્યું છે.
ગુજરાતના રાજકારણમાં આવી શકે છે મોટા સમાચાર
ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને ફરી ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે જવાના છે. આજે મુખ્યમંત્રી દિલ્હી જશે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે.
ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી ત્રણ દિવસથી ગુજરાત બહાર છે. મહત્વનું છે કે ગઈકાલે દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ નક્કી કરવા મુદ્દે મહત્વની બેઠક થઈ હતી. ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષ વચ્ચે બેઠક થઈ હતી. જે બાદ હવે મુખ્યમંત્રી દિલ્હી જઈ રહ્યા છે.
રીબડામાં તે રાતે શું થયું હતું! 4 શાર્પ શૂટર્સે વર્ણવ્યો હાર્દિકસિંહનો અસલી ખેલ
સંઘાણી પણ નવા પ્રદેશ પ્રમુખ માટે બોલ્યા હતા
ત્રણ દિવસ પહેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીનું પ્રદેશ પ્રમુખને લઈને નિવેદન સામે આવ્યું હતું... તેમણે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપ્યા હતા.. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક કરાશે.. વહીવટી, પોલિટિકલી વ્યસ્તતાને કારણે થોડું મોડું થયું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
પાટીલનો રેકોર્ડ તોડવો ખાવાના ખેલ નથી
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલે તાજેતરમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા. આ પાંચ વર્ષમાં ભાજપે ન ધારેલી સફળતા અને સિદ્ધિઓ અપાવવામાં પાટીલ સફળ રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં માધવસિંહ સોલંકીના સૌથી વધુ બેઠકો મેળવવાના રેકોર્ડને તોડીને પાટીલની આગેવાનીમાં નવો રેકોર્ડ બન્યો. પેજ સમિતિથી સંગઠનમાં ગજબની પકડ સી. આર. પાટીલે હાંસિલ કરી. સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા લાવી પ્રદેશ પ્રમુખના હોદ્દાને સર્વોપરી બનાવ્યો. ચૂંટણી જીતવા માટે પાટીલની રણનીતિ રાજકીય ઈતિહાસમાં નોંધનીય રહેશે. કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોમાં પ્રદેશ મહામંત્રીઓને દૂર કરવા, સહકાર ક્ષેત્રે મેન્ડેટનો વિરોધ કરનાર સામે પગલાં ન લેવા અને જીતના માહિર ખેલાડીને પણ સુરત મહાનગરપાલિકામાં આપનો પ્રવેશ અને વિસાવદર બેઠક ઉપર હારના મુદ્દા સી.આર પાટીલને પણ ખટકતા હશે. જોકે હવે સવાલ આટલા કદાવર નેતા પછી પ્રદેશ ભાજપની કમાન્ડ કોના શીરે જશે એ એક મોટો સવાલ ઊભો થયો છે. જે પણ નવા પ્રદેશ પ્રમુખ આવશે તેના માટે અત્યારની સ્થિતિ લોઢાના ચણા ચાવવા જેવી બની રહેશે. નવા પ્રદેશ પ્રમુખની કામગીરીની તુલના સીઆર પાટીલ સાથે થવાની છે. આંકડાઓની સરખામણીમાં પાટીલનો રેકોર્ડ તોડવો ખાવાના ખેલ નથી. કદાચ એટલે જ કેન્દ્રીય નેતૃત્વને પણ ગુજરાતમાં પાટીલના ઉત્તરાધિકારી શોધવામાં વિલંબ થઈ રહ્યો છે.
આબુમાં અમદાવાદી યુવકનું મોત, સેલ્ફી લેતા સમયે 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે