Home> Gujarat
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીની ટીમે ગુજરાતમાંથી લગ્નના ઘોડા હટાવીને રેસના ઘોડા જાહેર કર્યા! જાણો જિલ્લા-શહેર પ્રમુખોની નિમણૂંક

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ અંગે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ નિરીક્ષકોના રિપોર્ટ આધારે નામ ફાઈનલ કરાયા છે. દિલ્લી હાઈકમાન્ડથી પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી છે.

રાહુલ ગાંધીની ટીમે ગુજરાતમાંથી લગ્નના ઘોડા હટાવીને રેસના ઘોડા જાહેર કર્યા! જાણો જિલ્લા-શહેર પ્રમુખોની નિમણૂંક

કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (DCC) ના પ્રમુખોની નિમણૂંકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન હેઠળ એક કઠોર સંગઠનાત્મક કવાયત પૂર્ણ કરે છે. બૂથથી જિલ્લા સ્તર સુધી પાર્ટી માળખાને પુનર્જીવિત કરવા માટે શરૂ કરાયેલ આ અભિયાન, પારદર્શક, સમાવેશી અને વિચારધારા આધારિત નેતૃત્વ પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

fallbacks

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક

ગુજરાત કોંગ્રેસે 40 જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરી છે. જી હા.. રાહુલ ગાંધીની ટીમે ગુજરાતમાંથી લગ્નના ઘોડા હટાવીને રેસના ઘોડા જાહેર કર્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી હિંમતસિંહને હટાવાયા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી અતુલ રાજાણીને હટાવાયા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી લલિત વસોયાને હટાવીને તેમના સ્થાને હિતેશ વોરાને કમાન સોંપાઈ છે. 40 જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખોમાંથી માત્ર એક જ મહિલાને સ્થાન અપાયું છે. આ યાદીમાં મોટાભાગના પૂર્વ ધારાસભ્યોને જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખોની કમાન સોંપવામાં આવી છે. 

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનલ પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ ગોહિલની વરણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રતાપ દૂધાતની વરણી કરવામાં આવી છે. આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અલ્પેશ પઢિયારની વરણી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અરણુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. 

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતને કમાન સોંપવામાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે રાજેન્દ્રસિંહ રાણા. તો ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે પ્રવીણ રાઠોડ. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે મનોહર સિંહ લાલભા.  બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે હિમ્મત કાતરિયા. છોટાઉદેપુર કોંગ્રેસના પ્રમુખ બન્યા છે શશિકાંત રાઠવા. દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે હર્ષદભાઈ નિનામા. ડાંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે સ્નેહિલ ઠાકરે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે પાલભાઈ આંબલિયા. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે અરવિંદસિંહ સોલંકી.

ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે શક્તિ પટેલ. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે પુંજાભાઈ વંશ. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે વીરેન્દ્રસિંહ જાડેજા. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે મનોજ ખાટરિયા. જૂનાગઢ શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોશીની વરણી કરવામાં આવી છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાળુસિંહ ડાભીની વરણી થઈ છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વી કે હુંબલની વરણી થઈ છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હર્ષદ પટેલની વરણી થઈ છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરની વરણી થઈ છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાની વરણી થઈ છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રણજિતસિંહ તડવીની વરણી થઈ છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે શૈલેશ પટેલની વરણી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની વરણી થઈ છે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગેમરભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રામભાઈ મારૂની વરણી થઈ છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખપદે રાજદીપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે હિતેશ વોરાની વરણી કરવામાં આવી છે. તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે રામભાઈ સોલંકી. 

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આનંદ ચૌધરીની વરણી થઈ છે.  સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વિપુલ ઉધનાવાલાની વરણી થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે નૌશાદ સોલંકીની વરણી થઈ છે. તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે વૈભવ ગામિતની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે જશપાલસિંહ પઢિયારની વરણી થઈ છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખપદે ઋત્વિક જોશીને રિપીટ કરાયા છે. તો વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશનભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તો આ છે ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા અને શહેર પ્રમુખો. જેમને રાહુલ ગાંધી રેસના ઘોડા ગણાવતા હતા તે ચહેરા હવે જાહેર થઈ ચૂક્યા છે. હવે આ પ્રમુખોના માથે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ જીતાડવાની જવાબદારી રહેશે. જિલ્લામાં કયા ચહેરાને ધારાસભ્યના ઉમેદવાર તરીકેની ટિકિટ આપવી તેમાં પણ આ પ્રમુખોનો અભિપ્રાય લેવામાં આવશે. 

12 એપ્રિલ, 2025 ના રોજ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં 43 AICC નિરીક્ષકો અને 183 PCC નિરીક્ષકોને તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના પ્રભારીઓ, સાંસદો, ધારાસભ્યો અને ભૂતપૂર્વ PCC પ્રમુખો સહિત વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદના દિવસોમાં AICC નિરીક્ષકોએ PCC નિરીક્ષકો સાથે મળીને તમામ 26 લોકસભા મતવિસ્તારો, 182 વિધાનસભા ક્ષેત્રો અને લગભગ તમામ 235 બ્લોક કોંગ્રેસ સમિતિઓમાં ક્ષેત્ર મુલાકાતો લીધી. તેઓએ સંગઠનાત્મક ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન કરવા માટે જાહેર વાર્તાલાપ, એક-એક બેઠકો અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા પક્ષના કાર્યકરો, નાગરિક સમાજ અને સ્થાનિક સમુદાયો સાથે વાતચીત કરી.

નવા નિયુક્ત ડીસીસી પ્રમુખો ગુજરાતની સામાજિક અને પ્રાદેશિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પસંદગી તેમના પાયાના જોડાણ, વૈચારિક સ્પષ્ટતા અને સંગઠનાત્મક ક્ષમતા માટે કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી આ કવાયત 2027 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષને તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More