Hot Air Balloon Fire: બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના બની છે. હોટ એર બેલૂનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. સાન્ટા કેટરીનામાં દક્ષિણી ક્ષેત્રમાં એક હોટ એર બેલૂનથી મોટી દુર્ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થઈ ગયા છે.
#Brazil: At least eight people have died following an accident involving a hot air balloon in the southern region of Santa Catarina.
Governor Jorginho Mello said, rescue teams were searching for other people, as preliminary information indicated there were 22 people on board.… pic.twitter.com/usUJ3Mzfh0
— All India Radio News (@airnewsalerts) June 21, 2025
ગવર્નર જોર્ગિન્હો મેલોએ જણાવ્યું હતું કે બચાવ ટીમો અન્ય લોકોની શોધ કરી રહી છે, કારણ કે પ્રાથમિક માહિતી અનુસાર ફુગ્ગામાં 22 લોકો સવાર હતા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આકાશમાં ઉડતી વખતે ગરમ હવાના ફુગ્ગામાં આગ લાગી હતી અને પછી હવામાં ઉડ્યા પછી જમીન પર પડી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે