અમદાવાદઃ Amit Chavda Attacks on BJP: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપની આંતરકલહ પર કટાક્ષ કર્યો છે. ચાવડાએ કહ્યું કે, આ દિવસોમાં ભાજપમાં એકબીજાના પગ ખેંચી રહ્યા છે. નેતાઓ એકબીજા સામે પત્રિકા અને પેનડ્રાઈવ વેચી રહ્યા છે. ચાવડાએ કહ્યું કે આંતરિક ખેંચતાણને બદલે ભાજપના નેતાઓએ જનતાની ચિંતા કરવી જોઈએ.
ગુજરાત બીજેપીના આંતરકલહ પર કટાક્ષ કરતા કોંગ્રેસે જોરદાર પ્રહારો કર્યા છે. ગુજરાત ભાજપમાં રાજીનામાને ટાંકીને કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાત ભાજપમાં આંતરિક લડાઈ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે પહેલા પાર્ટી બે જૂથોમાં વહેંચાયેલી હતી, હવે પાર્ટી પાંચથી વધુ જૂથોમાં વહેંચાઈ ગઈ છે. ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં જુદા જુદા જૂથો તેમની સરકાર ચલાવી રહ્યા છે. ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓને પ્રજાની ચિંતા નથી. તેમણે કહ્યું કે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે.
યુનિવર્સિટી કોમન એક્ટ વિધેયકના લીધે ઉચ્ચ શિક્ષણની અવદશા મુદ્દે પ્રેસ મીડિયાને સંબોધન.. pic.twitter.com/ONFVMbheJe
— Amit Chavda (@AmitChavdaINC) August 7, 2023
ચાવડાએ કહ્યું- હું વિનંતી કરું છું
ચાવડાએ કહ્યું કે હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે તેઓ એકબીજાના ટાંટિયા ખેંચવા પર જેટલું ધ્યાન આપો તેટલું ધ્યાન લોકોની સમસ્યાઓના નિરાકરણ પર પણ આપો. ગુજરાત ભાજપના સૌથી શક્તિશાળી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ પાર્ટી બેકફૂટ પર છે.
આ પણ વાંચોઃ ભાજપ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર ભારે : આનંદીબેન, રૂપાણી બાદ હવે કોનો વારો......
હાઈકોર્ટના જજ તપાસ કરશે
ચાવડાએ કહ્યું હતું કે અગાઉ ડ્રગ્સ ગુજરાતમાં આવતી હતી, પરંતુ હવે તો ગુજરાતમાં પ્રોસેસિંગ કર્યા બાદ ડ્રગ્સની નિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં NCB દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સને લઈને તેમણે ભાજપ સરકાર પર સીધું નિશાન તાક્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તારમાંથી જપ્ત કરેલા રૂ.10,000 કરોડના ડ્રગ્સ અંગે મુખ્યમંત્રીએ જવાબ આપવો જોઈએ. ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતને ડ્રગ હબ બનતું અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં હાઈ પાવર કમિટીની રચના કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ઉડતા ગુજરાત બનાવવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે