ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે વિકરાળ બનતો જઇ રહ્યો છે. રાજ્યમાં આજે એક સાથે 179 કોરોના કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ 34 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,232 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.68 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 81,926 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
(આજના દિવસમાં થયેલા રસીકરણના આંકડા)
હાઇ-ફાઇ ક્વોલિટીના દારૂના નામે દેશી દારૂ તો નથી ઠપકારી રહ્યા ને જુઓ ચોંકાવનારો કિસ્સો
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 837 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 12 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 825 નાગરિકો સ્ટેબલ છે. 8,18,232 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10113 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.આજે કોરોનાને કારણે 2 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. ચોંકાવનારી બાબત છે કે, બંન્ને મોત રાજકોટમાં જ થયા છે. જો નવા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 61 કેસ, સુરત કોર્પોરેશન 20, આણંદ 18 વડોદરા કોર્પોરેશન 14, રાજકોટ કોર્પોરેશન 13, સુરત 9, નવસારી 5, બનાસકાંઠા-ખેડા 4-4, જુનાગઢ, કચ્છ, વલસાડમાં 3-3, અમદાવાદ, અમરેલી, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જુનગઢ, રાજકોટ, વડોદરા 2-2 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.
(આજનાં દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસ અને કુલ મૃત્યુનો આંકડો)
મકરપુરા GIDC બ્લાસ્ટ: ફેક્ટરી માલિકો બધુ જ જાણતા હોવા છતા મજુરોના જીવને જોખમમાં મુક્યો
એમિક્રોનનાં કુલ 6 કેસ આજના દિવસમાં નોંધાયા છે. જે પૈકી એક યુ.કેથી આવેલી 22 વર્ષની યુવતીનો કેસ નોંધાયો છે. 3 કેસ ખેડામાં લંડનથી આવેલા 38 વર્ષના પુરૂષ, 35 વર્ષની સ્ત્રી અને તેની 10 વર્ષની બાળકીનો નોંધાયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી ચિંતાજનક બાબત છેકે બંન્નેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેથી હવે સરકાર સ્વિકારે કે ન સ્વિકારે પરંતુ કોરોનાનો એમિક્રોન વેરિયન્ટ પબ્લિક ટ્રાન્સમિશન મોડમાં આવી ચુક્યો છે. એટલે કે લોકોમાં ફેલાવાનો શરૂ થઇ ચુક્યો છે.
(અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા ઓમિક્રોનના કેસની વિગત)
(આજે નવા નોંધાયેલા ઓમિક્રોનના કેસની વિગત)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે