Home> Business
Advertisement
Prev
Next

Small Savings Schemes: PPF માં રોકાણની લિમિટ બમણી થશે! ટેક્સ પણ બચશે રિટર્ન પણ મળશે, જાણો આ ટ્રિક

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ રોકાણનું ખૂબ જૂનું અને ભરોસાપાત્ર માધ્યમ છે. તેમાં સારું વળતર તો મળે છે સાથે જ ટેક્સ બચાવવામાં પણ મદદ મળે છે. આ E-E-E કેટેગરીમાં આવતું રોકાણ છે, એટલે કે રોકાણ, વ્યાજ અને પાકતી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી. પીપીએફમાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે.

Small Savings Schemes: PPF માં રોકાણની લિમિટ બમણી થશે! ટેક્સ પણ બચશે રિટર્ન પણ મળશે, જાણો આ ટ્રિક

નવી દિલ્હી: PPF Tax Saving: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ રોકાણનું ખૂબ જૂનું અને ભરોસાપાત્ર માધ્યમ છે. તેમાં સારું વળતર તો મળે છે સાથે જ ટેક્સ બચાવવામાં પણ મદદ મળે છે. આ E-E-E કેટેગરીમાં આવતું રોકાણ છે, એટલે કે રોકાણ, વ્યાજ અને પાકતી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી. પીપીએફમાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે.

fallbacks

PPF માં આ રીતે થાય છે રોકાણની સીમા બમણી 
PPFમાં રોકાણકારોને ન અશોર્ડ રિટર્ન મળે છે, પરંતુ રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ આવકવેરામાં છૂટ પણ મળે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે PPF રોકાણની મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ રોકાણકાર પાસે પૈસા બચી જાય છે અને તે રોકાણના વિકલ્પો શોધે છે. ટેક્સ એક્સપર્ટના મતે, જો રોકાણકાર પરિણીત છે, તો તે તેની પત્ની અથવા પતિના નામ પર પીપીએફ ખાતું ખોલાવી શકે છે અને તેમાં 1.5 લાખ રૂપિયા અલગથી રોકાણ કરી શકે છે.

Recruitment: સારસ્વત બેંકમાં 300 જુનિયર ઓફિસરના પદ માટે ભરતી

PPFમાં રોકાણ પર મળે છે આ ફાયદા
એક્સપર્ટના અનુસાર લાઇફ પાર્ટનરના નામ પર PPF ખાતું ખોલવાથી રોકાણકારના PPF રોકાણની મર્યાદા બમણી થઈ જશે, જો કે તે પછી પણ આવકવેરા મુક્તિ મર્યાદા 1.5 લાખ રૂપિયા રહેશે. ભલે તમને ઇનકમ ટેક્સમાં 1.5 લાખ છૂટ મળે, પરંતુ તેના બીજા ઘણા ફાયદા છે. PPF રોકાણ મર્યાદા બમણી થઈને રૂ. 3 લાખ થાય છે. E-E-E શ્રેણીમાં હોવાથી, રોકાણકારને PPFના વ્યાજ અને પાકતી મુદતની રકમ પર કર મુક્તિ મળે છે.

ઘોડી પર બેસતાં પહેલાં જ ફાટી ગયું વરરાજાનું પેન્ટ, પછી જે થયું તે જોઇને તમે પેટ પકડીને હસશો

ક્લબિંગ જોગવાઈઓની અસર નહી
તમારા દ્વારા પત્નીને આપવામાં આવેલી કોઈપણ રકમ અથવા ભેટમાંથી આવક આવકવેરાની કલમ 64 હેઠળ તમારી આવકમાં ઉમેરવામાં આવશે. જો કે, PPFના કિસ્સામાં જે EEE ને કારણે સંપૂર્ણપણે કરમુક્ત છે, ક્લબિંગની જોગવાઈઓની કોઈ અસર થતી નથી.

પરિણીત લોકો માટે ટ્રિક
તો બીજી તરફ જ્યારે તમારા પાર્ટનરનું PPF એકાઉન્ટ ભવિષ્યમાં મેચ્યોર થશે, ત્યારે તમારા પાર્ટનરના PPF એકાઉન્ટમાં તમારા શરૂઆતી રોકાણથી થનાર આવકને દર વર્ષે તમારી આવકમાં ઉમેરવામાં આવશે. તેથી આ વિકલ્પ પરિણીત લોકોને PPF ખાતામાં તેમનું યોગદાન બમણું કરવાની તક પણ આપે છે.

જે લોકો ઓછું જોખમ લેવા માંગે છે તેમના આ સારો વિકલ્પ ગણાવવામાં આવે છે. અને તે NPS, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા માર્કેટ લિંક્ડ રોકાણ કરવા માંગતા નથી, જ્યાં જોખમનો ખતરો વધારે છે તેમના માટે તે વધુ સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે PPFનો વ્યાજ દર 7.1% નક્કી કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More