COVID-19 Updates: દેશના વિવિધ ભાગોમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 1200 ને વટાવી ગઈ છે. કોવિડ-19 પોઝિટિવ દર્દીઓમાંથી 12 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક રાખવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય.
ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; આ વિસ્તારોમાં અપાયું એલર્ટ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકીનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, આ બાળકીની અત્યારે ઓક્સિજન સહારે સારવાર ચાલી રહી છે, આ સિવાય સિવિલમાં અન્ય બે દર્દી દાખલ છે જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં એક સગર્ભા સહિત ત્રણ પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. આમ બે સિવિલમાં છ દર્દી છે.
ફરી વાગશે સાયરન, થશે બ્લેકઆઉટ...પાક. બોર્ડર સાથે જોડાયેલા આ રાજ્યોમાં થશે મોક ડ્રીલ
કેરળ, મુંબઈ સહિત ગુજરાતમાં પણ ધીમેથી દેખા દીધા પછી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ગુજરાતમાં એક જ દિવસમાં 33 એક્ટિવ કેસ વધ્યા છે, એ જ રીતે અમદાવાદ શહેરમાં 14 એક્ટિવ કેસનો વધારો જોવા મળ્યો છે. અત્યારે અમદાવાદ શહેરમાં 145, રાજકોટ શહેરમાં 23, જામનગર શહેર 11, સુરત શહેર 9, ભાવનગર શહેર 7, કચ્છ 6, મહેસાણા 6, ગાંધીનગર શહેર 5, બનાસકાંઠા, ભાવનગર અને ખેડામાં 2-2 કેસ તદુપરાંત જૂનાગઢ શહેર, પાટણ, રાજકોટ, સાબરકાંઠા અને વલસાડમાં એક એક કોવિડ એક્ટિવ કેસ છે. 223 એક્ટિવ કેસમાંથી 210થી વધુ દર્દી હોમ આઈસોલેશનમાં છે જ્યારે 11 જેટલા દર્દીઓ હોસ્પિટલ બિછાને સારવાર લઈ રહ્યા છે.
અંબાલાલે કરી અંધારીયા વરસાદની આગાહી; અ'વાદ-ગાંધીનગર સહિત આ વિસ્તારોમા આજે પડશે વરસાદ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક રાખવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય. અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, મલ્ટીપલ કો-મોડિબિટી ધરાવતી 8 માસની બાળકી ઉપરાંત 44 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા દર્દી એમ ત્રણ કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે.
સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને થશે ફાયદો! હવે ખેતીમાં 'દાદા'ના આ અભિયાનથી બદલાશે દિશા
સોલા સિવિલના સૂત્રો કહે છે કે, સોલામાં ત્રણ દર્દી દાખલ છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે, અત્યારે જે કેસો સામે આવી રહ્યા છે તે ઓમિક્રોનના સબ વેરિએન્ટ એલએફ.7.9 અને એક્સએફજી હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ કેસ આવે એટલે જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે