આઠમાં પગાર પંચ વિશે કેન્દ્ર સરકારે ભલે હજુ સુધી પેનલની રચના ન કરી હોય પરંતુ ચર્ચાઓ તેજ છે. હવે કર્મચારીઓના પગારની સાથે સાથે એક મોટી માંગણી પણ સામે આવી રહી છે અને તે છે વીમા કવરમાં વધારો. સરકારી ડ્યૂટી દરમિયાન જો કોઈ કર્મચારીનું મોત થાય તો તેમના પરિવારને ફક્ત ₹1,20,000 ની વીમા રકમ મળે છે. તે સૌથી વધુ અને ગ્રુપ એ પર લાગૂ થાય છે. જ્યારે બાકીના ગ્રુપમાં રકમ આનાથી પણ ઓછી છે. હવે તેના વિશે પણ નારાજગી છે. સૂત્રોનું માનીએ તો એવા ખબર છે કે આઠમાં પગાર પંચમાં આ રકમમાં વધારો થઈ શકે છે. કવરને વધારીને સીધી ₹10 લાખથી 15 લાખ સુધી વધારવા પર વિચાર થઈ રહ્યો છે.
હાલ કેટલું મળે છે વીમા કવર?
હાલમાં સરકારી કર્મચારીઓ માટે Central Government Employees Group Insurance Scheme (CGEGIS) હેઠળ વીમા કવર મળે છે. કેન્દ્રીય સરકારે 1 જાન્યુઆરી 1982 થી CGEGIS લાગૂ કરી હતી. તેનો હેતુ સરકારી કર્મચારીઓને વીમા કવર અને રિટાયરમેન્ટ બેનિફિટ આપવાનો હતો.
CGEGIS: વીમા કવર અને સબસ્ક્રિપ્શન
CGEGIS ની શરૂઆતમાં વીમા કવર અને સબસ્ક્રિપ્શન દરો ઘણા ઓછા હતા.
ગ્રુપ A: વીમા કવર ₹80,000; મંથલી સબસ્ક્રિપ્શન ₹80
ગ્રુપ B: વીમા કવર ₹40,000; મંથલી સબસ્ક્રિપ્શન ₹40
ગ્રુપ C: વીમા કવર ₹20,000; મંથલી સબસ્ક્રિપ્શન ₹20
ગ્રુપ D: વીમા કવર ₹10,000; મંથલી સબસ્ક્રિપ્શન ₹10
CGEGIS માં થયું સંશોધન
CGEGIS હેઠળ 1990માં વીમા કવરમાં સંશોધન કરવામાં આવ્યું. 1 જાન્યુઆરી 1990થી ચોથા પગાર પંચની ભલામણોના આધારે પ્રતિ યુનિટ સબસ્ક્રિપ્શન 15 રૂપિયા કરી દેવાયું. જે કર્મચારીઓ 1 જાન્યુઆરી 1990થી પહેલા સેવામાં હતા, તેમના માટે આ પરિવર્તન વૈકલ્પિક હતું. જ્યારે ત્યારબાદ સેવામાં આવનારા કર્મચારીઓ માટે તે જરૂરી હતી.
ગ્રુપ A: વીમા કવર ₹1,20,000; મંથલી સબસ્ક્રિપ્શન ₹120
ગ્રુપ B: વીમા કવર ₹60,000;મંથલી સબસ્ક્રિપ્શન ₹60
ગ્રુપ C: વીમા કવર ₹30,000; મંથલી સબસ્ક્રિપ્શન ₹30
આ જાણકારી લોકસભામાં નાણારાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આપી હતી.
શું ફેરફાર થઈ શકે છે આઠમાં પગાર પંચમાં?
સૂત્રોનું માનીએ તો સરકાર આઠમાં પગાર પંચ દ્વારા CGEGIS ને રીડિઝાઈન કરી શકે છે. હાલ મોંઘવારી અને જીવનશૈલીને જોતા આ રાશિ હવે અપ્રાંસગિક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વીમા કવર 10 લાખથી 15 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. મંથલી સબસ્ક્રિપ્શનમાં પણ થોડો વધારો થઈ શકે છે. (જે કે 60 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા) આ સાથે ટર્મ ઈન્શ્યોરન્સ મોડલ પર આધારિત નવું ફ્રેમવર્ક લાવવામાં આવી શકે છે. આ પગલું કર્મચારીઓના પરિવારોને સારી સુરક્ષા આપશે. સૂત્રોના જણાવ્યાં મુજબ DoPT અને નાણા મંત્રાલય વચ્ચે આ અંગે પ્રાથમિક ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
સાતમાં પગાર પંચમાં શું ભલામણ હતી
સાતમાં પગાર પંચમાં પણ CGEGIS ની વીમા રકમ વધારવા પર ભલામણ હતી. 50 લાખ, 25 લાખ અને 15 લાખ રૂપિયાના વીમા વિકલ્પ સૂચવવામાં આવ્યા હતા. આ માટે ક્રમશ ₹5,000, ₹2,500 અને ₹1,500 પ્રતિ માસ યોગદાનનો પ્રસ્તાવ હતો. પરંતુ કર્મચારીઓએ તેને મોંઘુ માનીને વિરોધ કર્યો હતો. પરિણામ સ્વરૂપે સરકારે આ ભલામણો લાગૂ કરી નહીં. હવે આશા કરાઈ રહી છે કે આઠમાં પગાર પંચમાં કર્મચારીઓના મત લઈને વ્યવહારિક મોડલ તૈયાર કરાશે.
કર્મચારી યુનિયનની માંગણી
અખિલ ભારતીય કેન્દ્રીય કર્મચારી મહાસંઘ (AISGEF) અને અન્ય યુનિયનોએ વીમા કવર વધારવાની માંગણીને પ્રમુખ એજન્ડા ગણાવ્યો છે. તેમના જણાવ્યાં મુજબ જો સરકાર ડ્યૂટી પર જીવ ગુમાવનારા કર્મચારીના પરિવારને ન્યૂનતમ 15 લાખનો વીમો ન આપે તો તે મોટો અન્યાય હશે.
ક્યાં સુધીમાં આવી શકે નિર્ણય
આઠમાં પગાર પંચનું નોટિફિકેશન 2025માં આવી શકે છે અને તે 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે એવું મનાય છે. જો તેમાં વીમા કવર સામેલ થાય તો તે એ જ તારીખથી નવું વીમા કવર લાગૂ થશે.
કર્મચારીઓ માટે મોટી રાહત
આઠમાં પગાર પંચમાં સેલરી સ્ટ્રક્ચર સાથે વીમા કવર જેવા નોન સેલરી બેનેફિટ્સ પર ભાર મૂકાઈ રહ્યો છે. હાલ વીમા કવર ખુબ ઓછું હોવાના કારણે કર્મચારીઓની અસુરક્ષા વધી છે. હવે સરકારે આ મુદ્દે સકારાત્મક પગલું ઉઠાવે તો લાખો પરિવારોને મોટી રાહત મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે