ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના બાળકોને અજીબોગરીબ બીમારીના કિસ્સા સામે આવતા રહે છે. છોટાઉદેપુરના ધૈર્યરાજ (dhairyaraj) , વિવાન વાઢેર અને પાર્થ પવાર નામના બાળકો તેમની યુનિક બીમારીને કારણે ચર્ચામાં આવ્યા છે. ત્યારે વધુ બે બાળકોની અજીબોગરીબ બીમારી સામે આવી છે. અમરેલીના બાબરા તાલુકાના બે બાળકો લીંબ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (Limb-girdle muscular dystrophy) નામની દુર્લભ બીમારીથી પીડિત છે. આ બીમારી એવી છે કે, બંને બાળકોનો કમરથી નીચેનો ભાગ કામ નથી કરતો.
ગંભીર બીમારીના શિકાર બે બાળકો
બંને બાળકો અલગ અલગ પરિવારના છે. પરંતુ તેમને એકસરખી બીમારી છે. અમરેલીના બાબરામાં સાડા છ વર્ષની ઉંમરનો ઋષભ ટાંક (Rushabh Tank) અને આઠ વર્ષની ઉંમરના હેપ્પિન ડાબસરા (Happin Dabasara) લીંબ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીનો શિકાર બન્યા છે. હાલ બંનેના પરિવારજનો બાળકોની આ બીમારીને લઈને ચિંતિત છે. કમનસીબે આ બીમારીનો ઈલાજ તેમનો પરિવાર હજુ સુધી શોધી શક્યો નથી. બંને પરિવાર બાળકોની આ બીમારી માટે અનેક તબીબોનો સંપર્ક કરી ચૂક્યા છે. પરંતુ તેનો કોઈ ઈલાજ હજુ સુધી તેમને મળ્યો નથી. અને હવે તો તેમની આ બીમારી સતત વધી રહી છે. જેથી પરિવારજનો ઉંડા શોકમાં ગરકાવ થયા છે.
આ પણ વાંચો : ખંભાળિયામાં કાળનું ચક્ર એવુ ફર્યુ કે, એક જ દિવસમાં થયા ત્રણ લોકોના મોત
શુ છે આ બીમારી
છોટાઉદેપુરના ધૈર્યરાજને સમયસર સારવાર મળતા તેનુ જીવન બચી ગયુ છે. તો વિવાન વાઢેર નામના બાળકને 16 કરોડનું ઈન્જેક્શન મળે તે પહેલા તેનુ મોત નિપજ્યુ હતું. ત્યારે ટાંક પરિવાર અને ડાબસરા પરિવાર પણ પોતાના દીકરાઓ માટે મદદની અપેક્ષા સારી રહ્યાં છે. બંને બાળકોના માતપિતાએ સારવાર માટે મદદ કરવા સરકારને મદદની ગુહાર લગાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે