Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા અપડેટ: શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ભરતીની આપી દીધી તારીખ

Recruitment of teachers in Gujarat: શિક્ષકોની ઘટ નિવારવા ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ Z 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં જણાવ્યું છે કે જુલાઈ સુધીમાં શિક્ષકોની ઘટ પૂરી થઈ જશે. મોટા પાયે ભરતીની તૈયારી ચાલી રહી છે.
 

ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા અપડેટ: શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ભરતીની આપી દીધી તારીખ

Recruitment of teachers in Gujarat: ગુજરાતમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકો ભરતી કરવા માટે માંગ ઉઠી છે, ત્યારે શિક્ષક ભરતી પ્રક્રિયા લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના અંત સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. Z 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં કુબેર ડિંડોરે દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે 2200 આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે. આ સિવાય 2260 શિક્ષકો હાજર થઈ ગયા છીએ. જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. 

fallbacks

ચોમાસાને લઈને મોટી ભવિષ્યવાણી! અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થતાં આ જિલ્લાઓમા આફતનો વરસાદ

Z 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં કુબેર ડિંડોરે સવાલ પુછવામાં આવ્યો હતો કે આપણને લગભગ એક વર્ષ પછી ગયા વર્ષે આપ નહોતા અને એ વખતે મેં તમને એક સવાલ પૂછ્યો હતો શિક્ષકોની ભરતીને લઈને...અને મને યાદ છે તમારો જવાબ એ વખતે ખૂબ જ વાયરલ થયો હતો કે 15મી જૂન સુધીમાં શિક્ષકોની ભરતી થશે. આ એ પછીના બીજા વર્ષની 15મી જૂન આવી રહી છે શું કહેશો? તેના જવાબમાં કુબેર ડિંડોરે જવાબ આપ્યો હતો.

આખા દેશમા ગુજરાતે ચિંતા વધારી! કેરળ બાદ સૌથી વધુ કોરોના કેસ; જોવા મળશે મોતનું તાંડવ?

કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે 16,600 ટેટ-1 અને ટેટ-2 એકથી આઠ ધોરણના શિક્ષક મિત્રોની ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. ધોરણ 11-12માં શિક્ષકો માટે ચોઈસ ફિલિંગ માટેનું પોર્ટલ ખુલ્લી મૂકીને આવ્યો છું. 10,700 જેટલા શિક્ષક મિત્રો 9-10-11-12 એની ભરતી પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે. પારદર્શક ભરતી આપણે કરી રહ્યા છીએ. 

એક ટ્વિટથી ગુજરાતમાં ખળભળાટ; ગુજરાતમાં બાળ મજૂરીનો મામલો ગરમાયો; તૃણમુલ કોંગ્રેસે...

તેમણે જણાવ્યું હતું કે અમે 7 પ્રકારની ભરતી કરી રહ્યા છીએ. એચ-મેટ 2200 આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે. 2260 શિક્ષકો હાજર થઈ ગયા છીએ. જિલ્લા ફેર બદલીઓ થઈ. તાલુકા ફેર થઈ. આંતરિક બદલીઓ થઈ. હવે ફૂલ ફ્લેજમાં ભરતી પ્રક્રિયા ચાલુ છે. ધોરણ એકથી 12માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે. રાજ્ય સરકાર જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે.

આખા દિવસના ઉકળાટ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ: આ વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More