Shilajit Benefits: શિલાજીતનું નામ આવે એટલે લોકોના મનમાં એક જ વાત આવે કે શિલાજીત પુરુષોની શક્તિ વધારવાની આયુર્વેદિક દવા છે. પરંતુ આયુર્વેદ અને વૈજ્ઞાનિકોની શોધ અનુસાર શિલાજીત માત્ર પુરુષો માટે નહીં મહિલાઓ માટે પણ અસરકારક દવા છે.
આ પણ વાંચો: આ 5 વાતનું ધ્યાન રાખી લીધું તો નહીં થાય માઈગ્રેનનો દુખાવો, આમ મળશે દુખાવાથી છુટકારો
શિલાજીત હિમાલયના પર્વતોમાંથી નીકળતો જૈવિક પદાર્થ હોય છે. શિલાજીતમાં ફુલ્વિક એસિડ, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોય છે. શિલાજીતથી મહિલાઓને થતા લાભની વાત કરીએ તો શિલાજીતથી મહિલાની હોર્મોનલ તકલીફો, સ્કિન અને હાડકાની નબળાઈ દુર કરવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો: જે લોકોને આ 5 બીમારી હોય તેમણે રોજ કરવું જોઈએ પવનમુક્તાસન, દવા વિના સમસ્યા દુર થશે
થાક અને નબળાઈ શિલાજીત કરશે દુર
મહિલાઓ શિલાજીતનું સેવન કરે તો થાક, નબળાઈ અને લો એનર્જી જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે. ખાસ કરીને માસિકની અનિયમિતતા, પીસીઓડી અને મેનોપોઝ દરમિયાન જે હોર્મોન અસંતુલનમાંથી મહિલાઓ પસાર થાય છે તે સમયે શિલાજીત તેમના માટે વરદાન સાબિત થઈ શકે છે. શિલાજીત એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા મુખ્ય હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરે છે. જેના કારણે મૂડ સ્વિંગ, હોટ ફ્લેશેસ જેવી સમસ્યાથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: Surya Namaskar: રોજ ફક્ત સૂર્ય નમસ્કાર કરવાનું રાખો, શરીરમાં તુરંત દેખાશે આ 8 ફેરફાર
એનર્જી બુસ્ટર
વર્કિંગ વુમન હોય કે ગૃહિણી દરેક મહિલા માટે શિલાજીત નેચરલ એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે. નિયમિત રીતે શિલાજીતનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. સ્કિન પર વધતી ઉંમરની અસર ઓછી દેખાય છે અને ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. શિલાજીતમાં રહેલા મિનરલ્સ મહિલાઓના હાડકા મજબૂત કરે છે. મેનોપોઝ પછી મહિલાઓને તેની ખાસ જરૂર હોય છે.
આ પણ વાંચો: Morning Walk: નિયમિત સવારે 30 મિનિટ વોક કરવાથી શરીરને થતા 4 સૌથી મોટા લાભ વિશે જાણો
શિલાજીત ખાતા પહેલા આ વાતનું રાખો ધ્યાન
શિલાજીતથી થતા લાભ વિશે જાણી તેને ખાવાની શરુઆત ન કરી દેવી. સૌથી પહેલા પોતાના ડોક્ટરની સલાહ લેવી. શિલાજીત કેટલી માત્રામાં લેવું અને કેવી રીતે લેવું તે ડોક્ટર જ નક્કી કરી શકે છે. તેથી હંમેશા નિષ્ણાંતની સલાહ લીધા બાદ જ શિલાજીત લેવાની શરુઆત કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે