જામનગરઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આજે પાલીતાણા અને કચ્છના અંજારમાં ચૂંટણી સભા સંબોધ્યા બાદ પીએમ મોદી જામનગર પહોંચ્યા છે. અહીં જામનગરની જિલ્લાની દરેક સીટના ભાજપના ઉમેદવારો મંચ પર હાજર રહ્યાં હતા. પીએમ મોદીએ ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળે તે માટે લોકોને કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપને મત આપજો.
પ્રધાનમંત્રી મોદીના સંબોધનની મોટી વાતો
- હું જનતાના આશીર્વાદ લેવા આવ્યો છું.
- ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનાવવાની છે.
- ગુજરાતની જનતાની ગેરંટી, ફરી ભાજપની સરકાર બનશે.
- સાગર માળા યોજનાથી કોસ્ટલ વિસ્તારનો વિકાસ થયો છે
- બેટદ્વારકાનો સિગ્નેચર બ્રિજ દુનિયામાં ઓળખનું કેન્દ્ર બન્યો.
- ગુજરાતમાં પ્રવાસન ઝડપથી વિકસી રહ્યું છે.
- જામનગરની બાંધણી હોય કે બ્રાસપાર્ટનો ઉદ્યોગ હોય
- ગુજરાતમાં પ્રવાસન ઝડપથી વિકસી રહ્યું છે.
- જામનગરની બાંધણી હોય કે બ્રાસપાર્ટનો ઉદ્યોગ વિકસી રહ્યો છે.
- લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ એવી ભવ્ય અને મજબૂત બનાવી રહ્યાં છે જેના કારણે લક્ષ્મીજીને આપણા ત્યાં જ આવવાનું મન થાય.
- ગુજરાત મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું છે.
- મોરબી, જામનગર અને રાજકોટે જાપાનની બરોબરી કરી છે.
- આજે ગુજરાતમાં હવાઈજવાજ બની રહ્યાં છે.
- ગુજરાતમાં કોઈ પાછળ રહી ન જાય તે માટે મતદાન કરવાનું છે.
- વિશ્વમાં 40 ટકા ડિજિટલ પેમેન્ટ ભારતમાં થાય છે.
- 20 વર્ષ પહેલા ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી, આજે 36 મેડિકલ કોલેજ હતી.
- 20 વર્ષ પહેલા સરકારી હોસ્પિટલમાં 15 હજાર બેડ હતા, આજે 60 હજાર બેડ છે.
- સૌની યોજના શરૂ કરી ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા.
- પહેલા પાણી માટે લોકોની આંખમાં પાણી આવી જતાં. આજે પાણી જોઈને લોકોની આંખ પાણી-પાણી થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે