Who is NK Amin: ગુજરાત સરકારે 21 જાન્યુઆરીના રોજ પૂર્વ એસપી અને 'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' એનકે અમીનને 8 વર્ષ પહેલાં નિવૃત્ત થયા બાદ DIGના પદ પર બઢતી આપી હતી. આ નિર્ણય લાંબી કાયદાકીય લડાઈ બાદ લેવામાં આવ્યો છે, જેમાં નવેમ્બર 2023માં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) તરફથી નિર્દેશ આપવામાં આવ્યો હતો. અમીનને 2004માં 19 વર્ષની ઈશરત જહાં અને અન્ય ત્રણ લોકોની હત્યા ઉપરાંત 2005માં સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટર કેસમાં 8 વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું.
2007 થી 2015 સુધી જેલમાં રહ્યા અમીન
જોકે, આ વિવાદાસ્પદ કેસોમાં સીબીઆઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમને વિભાગીય તપાસમાં પણ ક્લીનચીટ મળી છે. જ્યારે આ બંને એન્કાઉન્ટર થયા ત્યારે અમીન ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં એસીપી હતા. 2007થી 2015 સુધી જેલમાં હોવા છતાં કોર્ટના નિર્ણયોએ તેમનું નામ સાફ કર્યું. અમીનને વરિષ્ઠ અધિકારી ડીજી વણઝારા અને અન્યો સાથે આ કાયદાકીય લડાઈનો સામનો કરવો પડ્યો.
અમીન પર શું આરોપો હતા?
અમીન પર 2005માં સોહરાબુદ્દીન શેખની પત્ની કૌસરબીના મૃતદેહનો નિકાલ કરવાનો આરોપ હતો. સીબીઆઈનો દાવો છે કે અમીન એન્કાઉન્ટરમાં સામેલ ગુજરાત એટીએસનો ભાગ ન હોવા છતાં તે ડીજી વણઝારા અને આરકે પાંડિયન જેવા આરોપીઓના સંપર્કમાં હતા. ઑગસ્ટ 2016 માં મુંબઈની સીબીઆઈ કોર્ટે અમીનને નિર્દોષ છોડી મૂક્યા, એમ કહીને કે તેમની સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા નથી. આ સિવાય ઈશરત જહાં એન્કાઉન્ટરમાં અમીન પર જૂન 2004માં ઈશરત અને તેના સાથીઓ પર ફાયરિંગ કરવાનો આરોપ હતો.
ધન્યવાદ મારી સરકાર
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર 2017માં તેમણે ટ્વિટ કર્યું હતું કે, જેમાં લખવામાં આવ્યું હતું કે 'મને અને અન્ય અધિકારીઓને ઓટો એસએમએસ મળ્યો હશે, પરંતુ સરકારની અમારા માટે ચિંતા અને કાળજી ભારતીય ઈતિહાસમાં અનોખી છે. ધન્યવાદ મારી સરકાર. ટ્વીટની સાથે તેમણે એક SMSનો સ્ક્રીનશોટ શેર કર્યો, જે સ્વતંત્રતા દિવસ પર 'MyGov' તરફથી મોકલવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે, '...PM મોદી તમારી બહાદુરી, હિંમત અને બલિદાનને સલામ કરે છે. 125 કરોડ ભારતીયોને સુરક્ષિત રાખવા બદલ આભાર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે