Home> Gujarat
Advertisement
Prev
Next

રશિયામાં રહેતો ગુજરાતી હતો મહેસાણાની નકલી IPL નો માસ્ટરમાઈન્ડ, તપાસમાં મોટા ખુલાસા થયા

Fake IPL : વડનગરના મોલિપુરમાં ક્રિકેટ લીગ પર સટ્ટો રમાડવામાં પાકિસ્તાની કનેક્શન.. રશિયામાં સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી આસિફ પાકિસ્તાનનો નાગરિક.. UP, ગાઝિયાબાદ અને મેરઠના આરોપનો પણ ખુલાસો..

રશિયામાં રહેતો ગુજરાતી હતો મહેસાણાની નકલી IPL નો માસ્ટરમાઈન્ડ, તપાસમાં મોટા ખુલાસા થયા

તેજસ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લાના મોલિપુર ગામમાં ઝડપાયેલા નકલી ક્રિકેટના તાર હવે રશિયાથી લઈને પાકિસ્તાન સુધી ફેલાયેલા હોવાનું ખુલ્યુ છે. વડનગરના મોલિપુરમાંથી રશિયામાં ક્રિકેટ લીગ સટ્ટો રમાડવાનો કેસ હવે પોલીસ માટે પણ પેચીદો બન્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લીગ સટ્ટામા પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે. રશિયામાં રહેલ મુખ્ય આરોપી આસિફ પાકિસ્તાની નાગરિક હોવાનું ખૂલ્યું છે. આ લીગમાં આરોપી મહંમદ ચાચા, ઇમોફ અને મુખ્ય આરોપી શોહેદ દાવડાનુ નામ ખૂલ્યુ છે, જેઓ રશિયામાં લીગ રમાડતા હતા. જેણે બાદમાં મોલિપુરમા લીગ રમાડવાનું શરૂ કર્યું હતું. 

fallbacks

મહેસાણાના મોલિપૂર બાદ ઉત્તર પ્રદેશમાં પણ નકલી ક્રિકેટ પર સટ્ટા કાંડ ઝડપાયું છે. મહેસાણાના મોલિપુરમાં ભાડાના ખેતરમાં ક્રિકેટ મેચ રમાડાતી હતી. પરંતુ રશિયામાં બેસેલો મોહંમદ રશિયાના લોકોને મેચ બચાવીને ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતો હતો. યુપીની નકલી ક્રિકેટ લીગમાં પણ મોહંમદ જ સંડોવાયેલો હોવાનું ખૂલ્યુ છે. 

આ પણ વાંચો : આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતુ નીકળ્યું, બન્યા દુનિયાના સૌથી દુર્લભ લોહી ધરાવતા શખ્સ

કેવી હતી મોડસ ઓપરેન્ડી
આરોપી શિતાબ એક ક્રિકેટર છે. તે થોડા દિવસ અગાઉ રશિયામાં ક્રિકેટ મેચ રમવા ગયો હતો. જ્યાં તેનો સંપર્ક આસિફ મહંમદ સાથે થયો હતો. આસિફ મહંમદે શિતાબને યુપીમાં આ રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાની ઓફર કરી હતી. જેથી શિતાબ યુપી આવ્યાં બાદ તેણે મહેસાણાની પદ્ધતિથી નકલી મેચ રમાડી હતી. જે રશિયામાં લાઈવ કરાતી હતી. નકલી ક્રિકેટનું લાઈવ પ્રસારણ કરાવી આસિફ મહમદ રશિયામાં લોકોને મહેસાણામાં રમાતી મેચને પાલનપુર રાઈડર તરીકે બતાવતો હતો. જ્યારે યુપીના મેરઠમાં રમાતી મેચોને પંજાબ લીગનું નામ આપી રશિયાના લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : સલામ છે ભરૂચના આ લોહીને...! વરસાદમાં જીવની પરવાહ કર્યા વગર બે ટાબરિયાઓએ જે કર્યું તેનાથી વાહવાહી થઈ 

આસિફ મહંમદના હાથમાં આઈપીએલનો દોરીસંચાલન હતું. રશિયામાં બેસી તે આખું ઓપરેશન પાર પાડી રહ્યો હતો. જે ગ્રાઉન્ડમાં નકલી મેચ રમાતી હતી, ત્યાનું ભાડું 40 હજાર રૂપિયા આપવામાં આવતું હતું અને અશોક ચૌધરી મેચ રમાંડવાના 30 થી 40 હજાર રૂપિયા શિતાબ ઉર્ફ શબ્બુને આપતો હતો. જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More