Home> Gujarat
Advertisement
Prev
Next

જમીનની માલિકી હક અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભાડાપટ્ટાની જમીન કાયમી થશે

Leasehold land Property Rights : રાજ્યના સિટી સરવે એરિયામાં ભાડાપટ્ટાની જમીનો કાયમી હકથી ફાળવાશે... 7 વર્ષથી વધુ સમય માટે ભાડાપટ્ટે આપેલી જમીન જંત્રીના ૬૦ %માં કાયમી થઈ જશે
 

જમીનની માલિકી હક અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભાડાપટ્ટાની જમીન કાયમી થશે

Gandhinagar News : ગુજરાતમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય મહેસુલ વિભાગ દ્વારા લેવાયો છે. જંત્રીના ૧૫ ટકાથી ૬૦ ટકાની વસુલાત સાથે કાયમી કરવા નિર્ણય કરાયો છે. સોમવારે મહેસુલ વિભાગે વિસ્તૃત ઠરાવ જાહેર કર્યો છે. 

fallbacks

જમીનની માલિકી અંગે સરકારનો મોટો નિર્ણય
ભાડાપટ્ટાની જમીનના માલિકી હક પર મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના સિટી સર્વે એરિયામાં ભાડાપટ્ટાની જમીન કાયમી હકથી ફાળવાશે. મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીન મામલે મોટો નિર્ણય કર્યો છે. જેમાં 7 થી 30 વર્ષના સમયગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવામા આવશે. જંત્રીના 15 થી 60 ટકાની વસૂલાત સાથે કાયમી હક મળશે. તો આ ઉપરાંત SC, ST, OBCને 20 ટકા રાહત આપવામાં આવશે. કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાશે નહીં. યોજનાનો લાભ લેવા માટે બે વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. આ માટે કેટલીક શરતો છે, જેનું પાનલ કરવાનું રહેશે. 

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ થશે

આ અંગે મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટુંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક: (૧) ના તા.૦૬/૦૬/૨૦૦૩ના સંકલિત ઠરાવના ફકરા ક્રમાંક ૧૮ અને ૧૯ માં જોગવાઈ કરવામાં આવેલ છે. પરંતુ આ જોગવાઈઓના અર્થઘટન તથા તેના અમલીકરણમાં મુશ્કેલી પ્રવર્તતી હતી. આથી, આ સંકલિત કરાવના ફકરા ક્રમાંક- ૧૮, ૧૯ ની જોગવાઈઓ બાબતે વિગતવાર અભ્યાસ કરી તેમાં જરૂરી સૂચનો અને સુધારા માટે ભલામણ આપવાના હેતુસર મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક: (૨) ના તા:૦૧/૧૧/૨૦૨૩ના પરિપત્રથી સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડસ નિયામકના અધ્યક્ષસ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ. આ સમિતિએ જોગવાઈઓમાં સુધારો કરવા સારું વિવિધ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરી તથા તેની યોગ્ય સમીક્ષા કરીને સંપુર્ણ અહેવાલ તા:૦૧/૦૧/૨૦૨૫ના રોજ સરકારને સુપ્રત કરેલ. આ અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો અન્વયે લાંબાગાળા તથા ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ સરકારી પડતર/ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.

ક્રમાંક: ૧૮ અને ૧૯ ની જોગવાઈઓના બદલે હવે નીચે દર્શાવ્યાનુસારની જોગવાઈ અમલમાં મુકવા આથી હરાવવામાં આવે છે.

વાતાવરણ ડામાડોળ થયા બાદ હવામાન વિભાગની ડરામણી આગાહી, ગરમીનો મોટો રાઉન્ડ આવશે

fallbacks

gujarat government big decision on leasehold land ownership rights

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More