Home> Gujarat
Advertisement
Prev
Next

જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે, સરકારે ફીમાં 10 ગણો વધારો કર્યો

Birth certificate fees Hike In Gujarat : સરકારે જન્મ દાખલા માટેની અને મરણ દાખલા માટેની ફીમાં વધારો કર્યો છે... નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરીથી અમલી કરવામા આવ્યો... આ ભાવ વધારા માટે કોંગ્રેસે કહ્યું, સરકાર મરેલા માણસને પણ છોડતી નથી 

જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે, સરકારે ફીમાં 10 ગણો વધારો કર્યો

New Rules For Birth Death Certificate : એક તરફ લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે. મોંઘવારી દબાતા પગલે આવીને કઈ કઈ વસ્તુઓના ભાવ વધારી જાય છે તે લોકોને ખબર પડતી નથી. ગુજરાતમાં હવે જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે. કારણ કે, સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં 10 ટકાનો ધરખમ વધારો લાગુ કર્યો છે. 27 ફેબ્રુઆરીથી નવો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે. 

fallbacks

કેટલો ભાવ વધારો કરાયો

  • મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉના માત્ર રૂ. 5 થી વધારીને સીધી રૂ. 20 કરવામાં આવી 
  • જન્મના દાખલા માટે પહેલા રૂ. 10 હતી તે માટે હવે રૂ. 50 ચૂકવવા પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે જન્મ-મરણના જરૂરિયાત દાખલા કઢાવવા માટેની ફીમાં તોતિંગ વધારો ઝીંક્યો છે. આ ભાવવધારો 10 ટકા સુધીનો છે. મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉના માત્ર રૂ. 5 ફી હતી. જે વધારીને સીધી રૂ. 20 કરવામાં આવી છે. તો જન્મના દાખલા માટે પહેલા રૂ. 10 ફી હતી, તે માટે હવે રૂ. 50 ચૂકવવા પડશે.

આ ગુજરાત છે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહિ! રમઝાનમાં ટાઈમ ટેબલ બદલાવાથી ભડક્યું વિહીપ

લેટ ફીના પણ ચાર્જ લાગશે
આ ઉપરાંત સરકારે રજિસ્ટ્રેશનના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની ઘટનાની નોંધણી 30 દિવસની સમય મર્યાદા પછી કરાવે છે, તો તેને હવે વધુ લેટ ફી ભરવી પડશે. અગાઉ આ લેટ ફી માત્ર રૂ. 10 હતી, જે વધારીને રૂ. 50 કરવામાં આવી છે. એટલું જ નહીં, જો નોંધણી એક વર્ષથી પણ વધુ મોડી થાય તો રૂ. 100 ની ફી ભરવાની રહેશે. આટલું મોડું કરવામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી પણ મેળવવી ફરજિયાત રહેશે. 

સરકાર મરેલા માણસને પણ છોડતી નથી - કોંગ્રેસ
તો સરકારના આ ફી વધારાના વિરોધ કરતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકાર દરેક જગ્યાએ આવક કેવી રીતે વધે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જન્મ મરણના દાખલાની ફીમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર મરેલા માણસને પણ છોડતી નથી. જન્મ મરણના દાખલામાં જૂની ફી યથાવત રાખવાની અમારી માંગ છે. 

ગુજરાતમાં વધુ એક સમાજ પરિવર્તનના માર્ગે, કુરિવાજોને દૂર કરવા કરી અનોખી પહેલ

વધુમાં, સરકારે પ્રમાણપત્રોના સ્વરૂપમાં પણ ફેરફાર કર્યો છે. હવેથી પ્રમાણપત્રો ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે, અને અગાઉ વપરાતો 'નકલ' શબ્દ હવે 'પ્રમાણપત્ર' તરીકે ઓળખાશે. આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે.

સરકારે આ નવા નિયમોમાં ખોટી માહિતી આપવા બદલ દંડની જોગવાઈ પણ કરી છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી દરમિયાન ખોટી માહિતી આપે છે, તો તેને રૂ. 50 થી લઈને રૂ. 1000 સુધીનો દંડ થઈ શકે છે. આ કડક જોગવાઈનો હેતુ ખોટી માહિતી આપવાના કિસ્સાઓને અટકાવવાનો અને નોંધણી પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવાનો છે.

ગુજરાતની 30 હજારથી વધુ હાઉસિંગ સોસાયટી માટે સરકારનો મોટો નિર્ણય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More