Home> Gujarat
Advertisement
Prev
Next

'દાદા'ને 43 લાખ બાળકો ભારે પડ્યા! સવારનો નાસ્તો કરાવી દીધો બંધ, જાણો શું છે કારણ?

રાજ્ય સરકારે ગરીબ બાળકોને આપવામાં આવતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. પરંતુ હવે એવું નહીં થાય. આગામી 1 સપ્ટેમ્બરથી બાળકોને માત્ર બપોરનું ભોજન જ મળશે

'દાદા'ને 43 લાખ બાળકો ભારે પડ્યા! સવારનો નાસ્તો કરાવી દીધો બંધ, જાણો શું છે કારણ?

Gujarat Government: ગુજરાત સરકારના એક નિર્ણયથી 43 લાખ ગરીબ બાળકોને મોટો ઝટકો લાગવાનો છે. જી હા... રાજ્ય સરકારે ગરીબ બાળકોને આપવામાં આવતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. પરંતુ હવે એવું નહીં થાય. આગામી 1 સપ્ટેમ્બરથી બાળકોને માત્ર બપોરનું ભોજન જ મળશે, નાસ્તો સદંતરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

fallbacks

ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીનું તાંડવ! અન્નદાતા માટે ક્યાં આફત લઈને આવ્યા મેઘરાજા

ગરીબ બાળકો માટે સરકારી સ્કૂલો તો એક પછી એક બંધ થઈ રહી છે, હવે આ વખતે વારો મધ્યાહન ભોજનનો આવ્યો છે. ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા 43 લાખ ગરીબ બાળકો માટે આ સમાચાર માઠા છે. સરકારે બાળકોને અપાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. પરંતુ નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે.

અંબાલાલે કીધું એટલે ફાઈનલ! 100 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! ચક્રવાતનો ઘેરાવો છે 500 KM

તમને જણાવી દઈએ કે વર્ષ 2017ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કર્યું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ સરકાર તેની એક પછી એક જાહેર સેવા ઘટાડી રહી છે.

24 કલાકમાં 18 ઇંચ! જનજીવન અસ્તવ્યસ્ત, વાવાઝોડું પહેલા માંડવીમાં કહેર, અસલી ખતરો બાકી

શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More