Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીનું તાંડવ! અન્નદાતા માટે ક્યાં આફત લઈને આવ્યા મેઘરાજા?

સમગ્ર વિસ્તારમાં એટલું પાણી ભરાયેલું છે કે ખેડૂતોને ખેતીમાં મોટી નુકસાની થઈ છે. GIDCમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી GIDCનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. આ જ પાણીને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે.

ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીનું તાંડવ! અન્નદાતા માટે ક્યાં આફત લઈને આવ્યા મેઘરાજા?

Gujarat Monsoon 2024: ગુજરાતમાં અવિરત વરસાદ બાદ હવે જ્યાં જુઓ ત્યાં તબાહીનું તાંડવ જોવા મળી રહ્યું છે. વધુ પડતાં વરસાદથી ખેડૂતોને પણ નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે...અમદાવાદ જિલ્લાના ખેડૂતો તંત્રના પાપે પરેશાન થઈ રહ્યા છે. ખેતરો બેટ બની જતાં ઉભા પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સાણંદ તાલુકાના ખેતરો અને GIDC વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. 

fallbacks

અંબાલાલે કીધું એટલે ફાઈનલ! 100 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! ચક્રવાતનો ઘેરાવો છે 500 KM

સમગ્ર વિસ્તારમાં એટલું પાણી ભરાયેલું છે કે ખેડૂતોને ખેતીમાં મોટી નુકસાની થઈ છે. GIDCમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી GIDCનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. આ જ પાણીને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે.

24 કલાકમાં 18 ઇંચ! જનજીવન અસ્તવ્યસ્ત, વાવાઝોડું પહેલા માંડવીમાં કહેર, અસલી ખતરો બાકી

  • વધુ વરસાદથી ખેડૂતોને નુકસાન!
  • સાણંદ તાલુકામાં અન્નદાતા પર આફત 
  • GIDCનું પાણી અનેક ગામમાં ઘૂસ્યું
  • GIDCના પાપે અનેક વિઘા જમીન ડૂબી
  • ડાંગરના પાકને મોટા પાયે નુકસાન 

જે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય ત્યાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હોય છે. પરંતુ સાણંદ GIDCમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. GIDCમાં ભરાયેલા પાણીનો નિકાલ GIDCની દિવાલ તોડીને કરવામાં આવતા આ પાણી અનેક ગામમાં ઘૂસી ગયું. સાથે જ શિયાવાડા અને ઝોલાપુર ગામમાં ખેતરોમાં ફરી વળ્યું. જેના કારણે ગ્રામજનો અને ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.

ખતરો ટળ્યો નથી! વડોદરામાં ફરી 1 સપ્ટેમ્બર સુધી શાળાઓમાં રજા, અંદાજ લગાવી લેજો!

  • વધુ વરસાદે વેર્યો વિનાશ!
  • અન્નદાતા પર આફત
  • ડાંગરના પાકને નુકસાન
  • ગામમાં ઘૂસ્યા GIDCના પાણી

અંદાજિત 3 હજાર વીઘા જમીનમાં ડાંગરનો પાક વાવેલો છે. પરંતુ વધુ પડતાં વરસાદ પછી GIDCનું પણ પાણી ખેતર આવી જતાં ડાંગર નાશ પામે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ  GIDCના અધિકારીને આ મામલે રજૂઆત પણ કરી હતી. જો કે ત્યાંથી ઉડાઉ જવાબ મળતાં ગ્રામજનોએ પોલીસ પાસે જઈને રજૂઆત કરી છે. તો આ મામલે અમે પણ સાણંદ GIDCના પ્રમુખ સાથે મુલાકાત કરી. તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો.

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા મુદ્દે PM મોદીએ કહ્યું- હું માફી માંગુ છું

ગુજરાતમાં વરસાદે હવે થોડો વિરામ લીધો છે, પરંતુ જે વરસાદ પડ્યો તેનાથી લોકોની સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હજુ પણ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More