Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની અમેરિકાવાળી! ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓને પકડી 15ને ડિપાર્ટ કરી દીધા

ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે.

ગુજરાતની અમેરિકાવાળી! ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓને પકડી 15ને ડિપાર્ટ કરી દીધા

Gujarat Government: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યુ હતું, ત્યાંથી 33 ગુજરાતીને ખાસ રીતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. હવે ગુજરાત સરકારે ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓ સામે સખત થઈ છે. 

fallbacks

કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગુજરાત સરકારે 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આજે ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે. 

હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપી છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી પ્રવૃતિઓ પર કાર્યવાહી કરી છે. 15 ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલ્યા છે.

15 ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા.
- વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ
- ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ
- કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત
- 15 ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા
- બાકીના ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે ચાલુ કાનૂની પ્રક્રિયા
- અમારા શહેરને સુરક્ષિત રાખવા, એક સમયે એક ઓપરેશન!
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More