Terrorists may attack PM Modi s aircraft: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને તેમની બે દિવસીય અમેરિકાની મુલાકાત પહેલાં આતંકવાદી હુમલાની ધમકી મળી છે, મુંબઈ પોલીસે બુધવારે આ જાણકારી આપી છે. કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે કહ્યું કે, 'મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિને ચેમ્બુર વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે માનસિક રીતે બીમાર છે.'
મીડિયા રિપોર્ટ્સમાં મુંબઈ પોલીસનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, '11 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે, આતંકવાદીઓ વડાપ્રધાન મોદીના પ્લેન પર હુમલો કરી શકે છે, કારણ કે તેઓ સત્તાવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા હતા. માહિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે અન્ય એજન્સીઓને આ અંગે જાણ કરી અને તપાસ શરૂ કરી.'
આખરે દિલ્હી CMનું નામ થઈ ગયું ફાઈનલ? નડ્ડાને મળ્યા 10 ધારાસભ્યો, આજે લાગશે મોહર
સવાર-સવારમાં બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, ગુજરાત સહિત 4 મહાનગરોમાં શું છે કિંમત?
અગાઉ પણ મળી હતી ધમકી
જો કે, આ પહેલીવાર નથી, જ્યારે મુંબઈ પોલીસને પીએમ મોદીના જીવનું જોખમ હોવાની ધમકી મળી હોય. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રાફિક પોલીસ હેલ્પલાઇનને ધમકી મોકલવામાં આવી હતી, જેમાં બે કથિત ISI એજન્ટો સાથે સંકળાયેલા બોમ્બ કાવતરાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય ગયા વર્ષે વડાપ્રધાનના જીવને જોખમ હોવાના આરોપમાં કાંદિવલીની રહેવાસી 34 વર્ષીય શીતલ ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી. ચવ્હાણે કથિત રીતે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે, તેની પાસે હથિયારો તૈયાર છે.
શનિ-સૂર્યની મહાયુતિથી 3 રાશિઓ નસીબ પલટાશે,સપનામાં નહીં વિચાર્યું હોય એવી મળશે સક્સેસ
PM મોદી ફ્રાન્સ-અમેરિકા પ્રવાસે છે
પીએમ મોદી 10 ફેબ્રુઆરીએ પેરિસ પહોંચ્યા હતા અને સાંજે તેમણે રાષ્ટ્રપતિ મેક્રોં સાથે એલિસ પેલેસમાં ડિનર કર્યું હતું. આ દરમિયાન ઘણી મોટી ટેકનિકલ કંપનીઓના CEO પણ સામેલ હતા. આ પછી તેમણે 11 ફેબ્રુઆરીએ AI એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરી. આ પછી પીએમ મોદી બુધવારે અમેરિકા પહોંચશે. તેમનો અમેરિકા પ્રવાસ બે દિવસનો હશે, જ્યાં તેઓ 12 થી 14 ફેબ્રુઆરી સુધી રોકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે