Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: ભથ્થામાં કરી વધારાની જાહેરાત

Fix Pay: ગુજરાત સરકારે ફિક્સ પે ના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરાયો છે.. નાણાં વિભાગે ફિક્સ પે ના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. 

ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: ભથ્થામાં કરી વધારાની જાહેરાત

Gujarat Government: ગુજરાત સરકારે ફિક્સ પે ના કર્મચારીઓને આજે ખુશીના સમાચાર આપ્યા છે, એટલે કે તેમના ભથ્થામાં વધારો કરાયો છે. નાણાં વિભાગે ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. 12 કલાક કરતા ઓછા સમય માટેનું ભથ્થું રૂપિયા 120 રૂપિયાથી વધારી રૂપિયા 200 કરવામાં આવ્યું છે.  જ્યારે 12 કલાકથી વધુના રોકાણ માટે ભથ્થું રૂપિયા 240 થી વધારી 400 કરવામાં આવ્યું છે. મુસાફરી ભાડું એસટી અને રેલ્વે પ્રમાણે મળશે. 

fallbacks

fallbacks

છેલ્લા ઘણાં સમયથી ફિક્સ પે સિસ્ટમ હટાવવા કર્મચારીઓ માંગણી કરી રહ્યા હતા, તેનું સૌથી મોટુ કારણ અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં સૌથી ઓછુ ફિક્સ વેતન આપવામાં આવી રહ્યુ હતું.  આ કારણે ગુજરાતમાં ફિક્સ પે પ્રથાનો ભારે વિરોધ થતો રહ્યો છે. ફિક્સ પગારમાં પાંચ વર્ષનો સમય વ્યતિત કરવો પડે છે. 

fallbacks

પરંતુ માન્ય ભરતી બોર્ડમાં સ્પર્ધાત્મક પરીક્ષા ઉતિર્ણ કરી ઉમેદવાર નોકરી મેળવે છે. નિયત પગારમાં નોકરી કરવાની હોઈ કર્મચારીને મોટું ઓર્થિક નુકશાન થાય છે, હવે જ્યારે સરકારે ફિક્સ પેમાં વધારો કર્યો છે. ફિક્સ પેનો વિરોધ દુર થાય અથવા તેને દુર કરવાની માંગ કરતા લોકો શાંત પડે તેવી આશા ઉભી થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More