TVS Jupiter CNG સ્કૂટરને પ્રથમવાર ઓટો એક્સપો 2025મા દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના લોન્ચ થવાની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. આ કંપનીનું પ્રથમ સીએનજી સ્કૂટર હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા બજાજ ઓટો તરફથી દેશની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ થઈ ચૂકી છે. Jupiter CNG માં 1.4 કિલોગ્રામનું સીએનજી ફ્યુલ-ટેન્ક ફિટ કરવામાં આવ્યું છે. આ ફ્યૂલ ટેન્કનું પ્લેસમેન્ટ સીટની નીચે બૂટ-સ્પેસવાળી જગ્યા પર કરવામાં આવ્યું છે. જો તમે પણ આ સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તેના વિશે ખાસ વાત જાણી લો.
એન્જિન અને માઇલેજ
TVS Jupiter CNG માં 124.8cc, સિંગલ-સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન મળશે. આ એન્જિન 7.1bhp નો પાવર અને 9.4Nm નો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. સીટની નીચે 1.4 કિલોગ્રામનો CNG ટેન્ક છે, જ્યારે ફ્લોરબોર્ડ પર 2 લીટરનું પેટ્રોલ ટેન્ક છે. TVS નો દાવો છે કે 1 કિલોગ્રામ સીએનજીમાં આ સ્કૂટર 84 કિમીની માઇલેજ આપશે અને તેની કુલ રેન્જ (CNG +પેટ્રોલ) 226 કિલોમીટર સુધી જશે. જ્યારે માત્ર પેટ્રોલ પર ચલાવવા પર સ્કૂટરની માઇલેજ 40-45 kmpl રહી શકે છે. CNG સ્કૂટરની ટોપ સ્પીડ 80 kmph હશે. સીએનજીથી પેટ્રોલ મોડમાં બદલવા માટે એક બટન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આગામી મહિને આવી રહી છે મારુતિની પહેલી E-કાર! સીધી ક્રેટા સાથે થશે ટક્કર
કેટલી હશે કિંમત
TVS Jupiter CNGની અપેક્ષિત કિંમત 95,000-1,00,000 રૂપિયા સુધી જઈ શકે છે. પરંતુ આ અંગે કંપની તરફથી કોઈ માહિતી મળી નથી. TVS અનુસાર, આ એક ખૂબ જ સુરક્ષિત અને CNG સ્કૂટર છે. નવા Jupiter CNG સ્કૂટરની ડિઝાઈનમાં વધુ ફેરફાર કરવામાં આવશે નહીં. સાઈઝ અને અન્ય ફીચર્સની બાબતમાં તે હાલના પેટ્રોલ સ્કૂટર જેવું જ હશે.
ભારતમાં આ સમયે સીએનજી સ્કૂટરની લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. તેમાં ઘણા ઉપયોગી ફીચર્સ પણ સામેલ કરવામાં આવશે. તેમાં એક્સટર્નલ ફ્યુઅલ લિડ, ફ્રન્ટમાં મોબાઈલ ચાર્જર, સેમી ડિજીટલ સ્પીડોમીટર, બોડી બેલેન્સ ટેક્નોલોજી, તમામ એક લોક અને સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર જેવી સુવિધાઓ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂટર આ વર્ષે મે-જૂનમાં લોન્ચ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે