Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હવે ઘરનું ઘર લેવું હવે પડી શકે છે મોઘું! રાતોરાત ગુજરાત સરકારે લીધો નિર્ણય

Ahmedabad News: અમદાવાદ શહેરમાં હવે પોતાનું ઘર, મકાન કે ઓફિસ લેવી મોંઘી થઈ જશે, કારણ કે, રેતી, કપચી અને માટીની રોયલ્ટીના દરોમાં અચાનક વધારો કરાતા તેની અસર આગામી દિવસોમાં લોકો પર થશે તે નિશ્ચિત છે. મહત્વનું છે કે રોયલ્ટીમાં બમણા ભાવવધારાના કારણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ રોડના કામો પર તેની અસર જણાશે. એટલું જ નહીં, રોયલ્ટીમાં બમણા ભાવવધારાના કારણે કન્સ્ટ્રક્શનના ભાવમાં વધારો થશે તે પણ લગભગ નક્કી છે.

ગુજરાતમાં હવે ઘરનું ઘર લેવું હવે પડી શકે છે મોઘું! રાતોરાત ગુજરાત સરકારે લીધો નિર્ણય

Gujarat Government: રાજ્ય સરકારે રાતોરાત એક મોટો નિર્ણય લીધો છે. સરકારી તિજોરી ભરવા માટે રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી ઉપરાંત તેટલાં જ પ્રીમિયમની વસૂલાત એટલે કે ડબલ રોયલ્ટીના દરોમાં અચાનક વધારો ઝીંક્યો છે.

fallbacks

ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
છેલ્લા 10 વર્ષથી રોયલ્ટીની રકમમાં કોઈ વધારો કરાયો નહોતો, પરંતુ ગઈકાલે (સોમવાર) રાતોરાત સરકારે વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશનમાં સરકારે રોયલ્ટીના બદલે રોયલ્ટીની ઉપર તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે ખનિજ માટે હવે લગભગ બમણી રોયલ્ટી ભરવી પડશે. 

છેલ્લે વર્ષ-2015માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો
અચાનક સરકારે વધારેલા ભાવવધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. છેલ્લે વર્ષ-2015માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો અને ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. રેતી, કપચી અને સાદી માટી તેમજ અન્ય ખનિજો પર સરકાર દ્વારા દર વર્ષે ૩૦ ટકા વધારો કરવામાં આવતો હતો. વર્ષ-2017ના જાહેરનામાં મુજબ નવી લીઝો 100 ટકા પ્રીમીયમ ભર્યા બાદ એલોટ થતી હતી. જેથી રોયલ્ટીની રકમમાં વધારો કરી શકાતો ન હતો.

કોન્ટ્રાક્ટરોના બજેટ પર હવે સીધી અસર
બ્લેક ટ્રેપની 40 ટન એક ગાડીમાં ક્વોરી માલિકો જે ભાવો વસૂલ કરતા હતા તે ગાડીમાં હવે સામાન્ય સંજોગોમાં રૂા.4 હજારનો સીધો વધારો થઇ જશે. એક ટનમાં કપચીની રોયલ્ટી ઉપરાંત વિવિધ ટેક્સના કારણે 85થી 100 રૂપિયાનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભાવો પર કામ કરાતું હતું. તેમના બજેટ પર હવે સીધી અસર થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More