Home remedies For Acidity and Gas: આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ બેઠાડું અને આહાર અનહેલ્ધી થઈ ગયો છે. જેના કારણે ગેસ અને એસિડિટી સામાન્ય સમસ્યા બની ગઈ છે. એવા અનેક લોકો મળશે જેને નિયમિત એસિડિટી કે ગેસ રહેતા હોય. એસિડિટીના કારણે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને ઉલટી જેવી તકલીફો થાય છે. જ્યારે ગેસના કારણે પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો જેવી તકલીફો રહે છે.
આ પણ વાંચો: Health Tips: ડાયટમાં એડ કરો આ 4 વસ્તુ, આખો દિવસ બ્લડ શુગર અને ભુખ કંટ્રોલમાં રહેશે
ગેસ અને એસિડિટી ત્યારે થાય છે જ્યારે પેટમાં ગેસ અને એસિડનું પ્રમાણ વધી જાય છે. ગેસ અને એસિડિટી ઘણા બધા કારણથી થઈ શકે છે પરંતુ સૌથી મોટું કારણ ખરાબ આહાર પાચનતંત્રની સમસ્યા કે ચિંતા હોઈ શકે છે.
જો તમે પણ ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને આ સમસ્યાનો દૂર કરી શકો છો. આજે તમને ઘરમાં રહેલી એવી વસ્તુઓ વિશે જણાવીએ જે ગેસ અને એસિડિટીથી ગણતરીની મિનિટોમાં મુક્તિ અપાવી શકે છે.
ગેસ અને એસિડિટી માટેના ઘરેલુ ઉપાય
આ પણ વાંચો: Yoga Asana: મહિલાઓ માટે વરદાન છે આ 5 યોગાસન, રોજ કરવાથી બીમારીથી મળશે છુટકારો
અજમા
ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં અજમો મદદગાર સાબિત થઈ શકે છે. અજમાના ગુણ એસિડિટી અને ગેસને દૂર કરી શકે છે. ગેસ અને એસિડિટીની સ્થિતિમાં પાણી સાથે અજમા ખાઈ શકાય છે. ચપટી અજમાને ચાવીને ખાવાથી પણ થોડી જ મિનિટોમાં ગેસ અને એસિડિટીથી રાહત મળે છે.
આ પણ વાંચો: પગમાં સોજા સહિત આ 5 ફેરફાર દેખાય તો ડોક્ટર પાસે જવું, ગંભીર બીમારીનું લક્ષણ હોય શકે
લીંબુ અને મધ
ગેસ અને એસિડિટીને દૂર કરવામાં લીંબુ અને મધનું મિશ્રણ પણ મદદ કરી શકે છે.આ તકલીફ દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ તેનાથી થોડી જ મિનિટોમાં આરામ મળી જશે.
આ પણ વાંચો: હાડકાનું કેન્સર થાય ત્યારે જોવા મળે છે આ લક્ષણો, 90 ટકા લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરે
સંચળ
ગેસ અને એસિડિટી મટાડવા માટે સંચળ પણ ફાયદાકારક છે. સંચળમાં ગેસ અને એસિડિટીને મટાડવાના અચૂક ગુણ હોય છે. પાણીમાં સંચળ મિક્સ કરીને પી લેવાથી તકલીફ ઝડપથી દૂર થઈ શકે છે.
આ પણ વાંચો: લીવર સડવા લાગે ત્યારે રાત્રે દેખાય છે આ લક્ષણ, આ લક્ષણ દેખાય તો ન કરતા ઈગ્નોર
ફુદીનો
ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં ફુદીનો પણ મદદગાર છે. ફુદીનો ગેસ અને એસિડિટીને મટાડે છે. જેમને આ સમસ્યા હોય તેમણે ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ અથવા તો ફુદીનાનો રસ પીવો જોઈએ તેનાથી થોડી જ મિનિટોમાં આરામ મળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે