Ahmedabad New : ગૂજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેઇલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. હાઇકોર્ટના રજિસ્ટરના મેઇલ આઇડી પર મેઇલ આવ્યો હતો. જેના બાદ આજે સવારે ઇમેઇલ આવતા પોલીસ દ્વારા સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરાઈ. સોલ પોલીસ, બીડીડીએસ સ્કોડ હાઇકોર્ટ પહોંચી હતી. જોકે, તપાસમાં કંઈ મળ્યું ન હતું.
બોમ્બની ધમકીના પગલે હાઇકોર્ટે સંકુલમાં રહેલ તમામ કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ધમકીભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે હોસ્ટેલ કેમ્પસમાં ચેકિંગ શરૂ કર્યું હતું. રિસેસ બાદ કોર્ટ બંધ કરી દેવાઈ હતી. એટલું જ નહિ, કોર્ટમાં રહેલા લોકો સલામત રીતે બહાર નીકળવા લાગ્યા હતા. બહાર નીકળવા વકીલોની ગાડીઓની લાઇન લાગી હતી.
લંડનથી આવતા જ સંઘવીએ IPS નો ક્લાસ લીધો, ગુજરાતમાં ક્યારેય ન બન્યું તેવું બન્યું
ઇન્ચાર્જ ડીસીપી (ઝોન ૧) સફીન હસને માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટને સવારે 10.45 કલાકે મેઈલ મળ્યો હતો. જેમાં સાંજે આઈડી બોમ્બથી કોર્ટને ઉડાવાની ધમકી હતી. જેના પગલે હાઇકોર્ટે કલેક્ટર અને પોલીસ કમિશનરને જાણ કરી હતી. મેલને ધ્યાને લઇ હાઇકોર્ટની બપોરે ૧.૩૦ વાગ્યા બાદની કાર્યવાહી. મોકુફ રાખવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને બીડીડીએસની કુલ છ ટીમે તપાસ હાથ ધરી છે. હજુ કંઇ વાંધા જનક મળ્યું નથી. ડીવાયએસપી કક્ષાના અધિકારી ને હાઇકોર્ટની સુરક્ષા માટે નિમણુક કરાયા છે. એસઆરપીની બે કંપનીને પણ રાખવામાં આવી છે. કયા આઇડીથી મેલ આવ્યો તે તપાસ માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. અમારા ધ્યાને સુરક્ષાની જે પણ ત્રુટી સામે આવી છે તેનાથી અમે કોર્ટને અવગત કરેલા છે.
આ ધમકીભર્યા ઈ-મેલની જાણ થતાં જ હાઈકોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષાને ધ્યાને રાખીને પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હાઈકોર્ટના આખા વિસ્તારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ શરૂ કર્યું છે. કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સાયબર ક્રાઈમ શાખા ઈ-મેલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદાને શોધવા માટે ટેકનિકલ તપાસ કરી રહી છે.
ઈટાલિયા પહોંચ્યા પોલીસ સ્ટેશન, ભાજપના ઈશારે પથ્થરમારો કરાયાનો કર્યો આક્ષેપ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે