Home> Gujarat
Advertisement
Prev
Next

મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર, મંત્રી બચુભાઈ ખાબડના ફરાર થયેલા બીજા દીકરાની પણ ધરપકડ

Minister Bachu Khabad Son Arrested : મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ... વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી પોલીસે પકડ્યો, પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલુ

મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર, મંત્રી બચુભાઈ ખાબડના ફરાર થયેલા બીજા દીકરાની પણ ધરપકડ

Dahod Manrega Scam : દાહોદમાં મનરેગા યોજના કૌભાંડ બચુ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત 3 ને ઝડપી પાડ્યા છે. મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરાઈ છે. કીરણ ખાબડ, દેવગઢબારીઆ ના APO દિલિપ ચૌહાણ, ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરાઈ છે.   
 
દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે મંત્રી બચુભાઈ ખાબડના બીજા દીકરા કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બળવંત ખાબડની ધરપકડ થઈ હતી. તેના બાદ હવે કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે. પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત ત્રણને ઝડપી પાડયા છે. 

fallbacks
  • મંત્રી બચુભાઈના દીકરાએ સરકારનું કરોડોનું કરી નાખ્યું
  • મંત્રીના પુત્રએ સરકારને કોરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો
  • રસ્તો બનાવ્યા વગર માલસામાનનાં બિલ પાસ કરાવ્યા
  • સરકારી ચોપડે રસ્તો ટીપટોપ છે પણ રસ્તા પર ડામર નથી

અગાઉ 17 મેએ દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. દાહોદ કોર્ટે આરોપી બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
 

ગુજરાતના અનોખા લગ્ન : યુવક બે યુવતીઓ સાથે લગ્ન વગર રહ્યો, ત્રણ સંતાનો થયા, હવે રંગેચંગે બંને સાથે પરણશે

શું છે આ સમગ્ર કૌભાંડ
દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં હેઠળ કરવાના થતા કામોમાં અધધ કહી શકાય તેમ તેવી નીતિરીતિ અખત્યાર કરી ખોટા દસ્તાવેજૉ ઊભા કરી નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચે એટલે કે ચાર વર્ષનો સમયગાળા દરમિયાન દેવગઢબારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરી સમગ્ર કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનું કોન્ટ્રાક્ટ હતો. તેને બદલે અન્ય એજન્સીઓને આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવી સરકારી અધિકારી કર્મચારી,વિગેરેની મિલીભગતથી કરોડોની રકમ પોતાના આર્થિક લાભ માટે ઉઠાવી અને કીમતી દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મસમોટું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. જેમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જે બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ ૩૫ એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

મનરેગામાં કરોડોનું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે આ તો ત્રણ જ ગામની સ્થળ ચકાસણીમાં દેવગઢ બારીયાના 60.90 કરોડ તેમજ ધાનપુરના 10.10 કરોડ મળી કુલ 71 કરોડની ગેરરીતી સામે આવી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે સમગ્ર જિલ્લાભરમાં મનરેગાના કામોની સ્થળ ચકાસણી અને મંજુર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડ નો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે આ કૌભાંડ સામુહિક યોજના ના હોય પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ જોડે લાયઝનિંગ રહી કામ કરવા એસઆઇટીની ટીમ બનાવી તપાસનો દોર લંબાવ્યો છે. દાહોદ પોલીસ દ્વારા ગુનો નોંધી 4 જેટલા અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પંચાયતના આઉટસોર્સિંગ ACCOUNT ASSISTANT કર્મચારી જયવીર નાગોરી, મહિપાલ સિંહ ચૌહાણ GRS ગ્રામ રોજગાર સહાયકની પણ ધરપકડ કરવામાં આવી બારીયા ફુલસિંહ રમેશ, મંગળ સિંહ પટેલીયાની ધરપકડ કરાઈ છે.

ગુજરાતના અનોખા લગ્ન : યુવક બે યુવતીઓ સાથે લગ્ન વગર રહ્યો, ત્રણ સંતાનો થયા, હવે રંગેચંગે બંને સાથે પરણશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More