Koli Samaj : ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની જેમ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક પણ લટકતું ગાજર બન્યું છે. થાય કે ન થાય, પણ ચર્ચા થઈ રહી છે. આવામાં ગઢડામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને લઈ મોટું નિવેદન આપ્યું છે. જે હાલ ચર્ચામાં આવ્યું છે. નિવેદન.
સચિવાલય અને રાજકીય ગલિયારાઓમાં સૌથી મોટો પ્રશ્ન મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે આ ચર્ચાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ પ્રશ્નનો હજુ સુધી જવાબ મળ્યો નથી. મંગળવારે આવે અને ધારાસભ્યનો દિવસ હોય એટલે દરેક ધારાસભ્ય ખૂણામાં લઈ જઈને એક જ વાત કરે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે. પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે તેવી વાતો પણ લાંબા સમયથી ચાલે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂંક થતી નથી અને આગળ વાત વધતી નથી.
કુંવરજીએ શું કહ્યું...
ગઢડા ખાતે કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલ તે કુંવરજી બાવળિયાએ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ વિશે વાત કરી હતી. કુંવરજી બાવળિયાએ કહ્યું કે, પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે અને નિર્ણય ત્યાંથી લેશે. પરંતુ સમાજ માટે જે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં બેઠા છીએ. ભવિષ્યમાં ઓબીસી સમાજના મુખ્યમંત્રી બનશે તેના જવાબમાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, કોઈપણ સમાજ એના હક અનેઅધિકારો માટે માંગણી કરી શક્તા હોય છે. લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યા માંગણી કરે અનેએનો હક્ક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાયએમા કોઈ વિષય નથી.
આજે ગુજરાતના 25 જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
સંઘાણી પણ નવા પ્રદેશ પ્રમુખ માટે બોલ્યા હતા
ત્રણ દિવસ પહેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીનું પ્રદેશ પ્રમુખને લઈને નિવેદન સામે આવ્યું હતું... તેમણે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપ્યા હતા.. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક કરાશે.. વહીવટી, પોલિટિકલી વ્યસ્તતાને કારણે થોડું મોડું થયું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
અગાઉ કોળી સમાજે મુખ્યમંત્રીની માંગ કરી હતી
આ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવાની માંગે જોર પકડ્યું હતું. કોળી સમાજના આગેવાનોએ PM ને પત્ર લખીને માંગ કરી હતી. પાંચાળ વિકાસ બોર્ડ સમસ્ત કોળી સમાજના પ્રમુખે PM ને પત્ર લખ્યો હતો. જેમાં સમાજના પ્રમુખ વિનોદ વાલાણીએ જણાવ્યું કે, બાવાળીયા સાત વખત ધારાસભ્ય અને એક વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. ગુજરાતમાં 32 ટકા વસ્તી ધરાવતો સમુદાય કોળી સમાજ છે.
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે