Kadva Patidar Vs Leuva Patel : રાજકોટમાં સરદારધામના ભૂમિપૂજનનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પટેલ સમાજને વાણીમાં સંયમ રાખવા ટકોર કરી હતી. જોકે, કાર્યક્રમમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સરદારધામ ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
રાજકોટમાં સરદારધામના ભૂમિપૂજનનો કાર્યક્રમ વિવાદાસ્પદ બની રહ્યો છે. લેઉવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારની જંગ વિવાદ ઉભો કરી રહી છે. ગુજરાતમાં સરદારધામ અને ખોડલધામ સંસ્થા સામસામે હોવાની ચર્ચાને મળ્યો વેગ મળ્યો છે. સરદારધામના ભૂમિપૂજનના કાર્યક્રમાં ખોડલધામના અગ્રણીઓની ગેરહાજરી જોવા મળી. ખાસ કરીને નરેશ પટેલની ગેરહાજરીને કારણે અનેક વાતો વહેતી થઈ છે.
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
એક તરફ રાજ્યસભા સાંસદ ગોવિદ ધોળકિયાએ તમામ પાટીદારોને એક થવા અપીલ કરી તો બીજી તરફ રાજકોટમાં જ કાર્યક્રમ હોવા છતાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ગેરહાજરી રહી. નરેશ પટેલની ગેરહાજરી અંગે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, બધાય એક જ છે, પોતાના કામમાંથી અનુકૂળતા નહીં હોય એટલે નહીં આવ્યા હોય.
ગોવિંદ ધોળકિયાએ આગળ કહ્યું કે, બધાને પોત-પોતાની સગવડતા અને અગવડતા ઉપરાંત પોત-પોતાના કાર્યો હોય, જેથી તેઓ નથી આવ્યા, તેનો અર્થ એવો ન થાય કે તેમને રસ નથી. કોઇ અલગ નથી. લેઉઆ અને કડવા પાટીદાર ભેગા જ છે.
સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા પણ અગાઉ નરેશ પટેલ અને ખોડલધામની વિરુદ્ધમાં નિવેદન આપી ચૂક્યા છે. ખોડલધામ અને નરેશ પટેલથી નારાજ પાટીદાર ઉદ્યોગપતિઓ અને આગેવાનોનો સરદારધામને ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે તેવી વાતો વહેતી થઈ છે.
રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓને આપ્યું એક વચન, આપ્યો જીત માટે જાદુઈ મંત્ર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે