અમદાવાદ :શનિવારે રાજ્યમાં મેઘરાજાની જમાવટ થઈ હતી. સમગ્ર ગુજરાતમાં 24 કલાકમાં 149 તાલુકામાં મેઘ મહેર થઈ હતી. આકાશમાંથી અમૃત વરસ્યુ હતું, અને વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. જેથી લોકો અને ખેડૂતો બંને ખુશ થયા હતા. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસાનો દોર શરૂ થઈ ગયો છે. આ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, નદી-નાળા છલકાઈ જશે તેવો વરસાદ જલ્દી જ પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમણે કહ્યુ કે, અમદાવાદમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. 5 મી જુલાઇ સુધી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તેથી તારીખ 10 થી 15 તારીખમાં ભારે વરસાદ આવશે. તો ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. નદી નાળા છલકાઈ જશે તેવો વરસાદ થશે.
આ પણ વાંચો : વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, મોટેલમાં રોકાયેલા શખ્સે ફાયરિંગ કર્યું
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના ગુજરાતમાં વરસાદ આવશે. જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી...
હવે વાત કરીએ ક્યારે અને ક્યાં વરસાદની આગાહી છે તો....
આ પણ વાંચો : ડ્રેગન ફ્રુટની ખેતી કરી શ્રીકાંતભાઈ કરોડો કમાયા, આખા દેશમાં કરે છે વેપાર
શનિવારે રાજ્યમાં મેઘરાજાની જમાવટ
શનિવારે 24 કલાકમાં 149 તાલુકામાં મેઘ મહેર થઈ હતી. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેથી વાંસદા પાણી પાણી થઈ ગયુ હતું. તો દ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત 4 તાલુકાઓમાં વરસ્યો 4.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. 5 તાલુકામાં 3-3 ઈંચથી વધુ વરસાદ, 5 તાલુકામાં 3-3 ઈંચ વરસાદ, 3 તાલુકામાં 2-2 ઈંચથી વધુ વરસાદ તેમજ 14 તાલુકામાં 2-2 ઈંચ વરસાદ નોધાયો હતો.
NDRF ને એલર્ટ અપાયું
વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે. આજે કુલ 5 ટીમો ત્રણ જિલ્લાઓમાં રહેશે. 3 ટીમ રાજકોટ જિલ્લામાં રહેશે. 1-1 ટીમ બનાસકાંઠા અને સુરતમાં રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે