Home> India
Advertisement
Prev
Next

India COVID-19 Update: ફરી ચેતી જજો! છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 હજારથી વધુ કેસ, 31 લોકોનું મોત

India Coronavirus Update: શનિવારે નોંધાયેલા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 11 હજાર 711 થઈ ગઈ છે. જ્યારે, હાલના સમયમાં દેશમાં ડેઈલી પોઝિટિવટી રેટ 4.27 સુધી પહોંચી ચૂક્યો છે.

India COVID-19 Update: ફરી ચેતી જજો! છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 હજારથી વધુ કેસ, 31 લોકોનું મોત

India Coronavirus Update: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. નવા કેસના આંકડો હાલ જાહેર કરવામાં આવ્યા છે, બીજી બાજુ કોરોના વાયરસના નવા કેસ રોજેરોજ 15 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાનું કારણ બન્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 16 હજાર 103 નવા કેસ નોંધ્યા છે, જ્યારે 31 લોકોનું મોત થયું છે.

fallbacks

શનિવારે નોંધાયેલા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 11 હજાર 711 થઈ ગઈ છે. જ્યારે, હાલના સમયમાં દેશમાં ડેઈલી પોઝિટિવટી રેટ 4.27 સુધી પહોંચી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં 13 હજાર 929 દર્દી આ મહામારીમાંથી સ્વસ્થ થયા છે. ગઈકાલના મુકાબલે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે દેશમાં કોવિડના 17,092 નવા કોવિડ કેસ સામે આવ્યા, જ્યારે 29 દર્દીઓના મોત થયા છે.

197 કરોડ સુધી પહોંચ્યો વેક્સીનેશનનો આંકડો
કોરોના સંક્રમણના કુલ આંકડા પર નજર નાંખીએ તો અત્યાર સુધી 4 કરોડ 35 લાખ 2 હજાર 429 મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણે કુલ 5 લાખ 25 હજાર 100 લોકોના મોત થયા છે. વેક્સીનેશનની આંકડા પર નજર નાંખીએ તો 197 કરોડ 95 લાખ 72 હજાર 963નો આંકડો પાર થઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 લાખ 10 હજાર 652 લોકોને વેક્સીનેટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More