અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની દયનીય સ્થિતિ બની છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકોની મોટી ઘટ સાથે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકારી અંગ્રેજી અને હિન્દી મીડિયમની સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે. અમદાવાદની અંગ્રેજી સરકારી શાળાઓમાં 85 ટકા જ્યારે હિન્દી સરકારી શાળાઓમાં 45 ટકા કાયમી શિક્ષકોની ઘટ છે. સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5નાં વર્ગો કાયમી શિક્ષકોની ઘટ સાથે ચલાવવામાં તંત્ર તાલ મીલાવી રહ્યું છે.
સારું, ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો શ્રેય લેતું તંત્ર કાયમી શિક્ષકોની મોટી ઘટ હોવા છતાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાની વાત કરી શ્રેય લૂંટી રહ્યું છે. AMC સંચાલિત શાળાના 20 ઓકટોબરે ખાલી જગ્યાઓનાં તૈયાર કરાયેલા ડેટા મુજબ ધોરણ 1 થી 5 ની અંગ્રેજી શાળાઓમાં 216 કાયમી શિક્ષકો જ્યારે ધોરણ 1 થી 5 ની હિન્દી શાળાઓમાં 212 કાયમી શિક્ષકોની ઘટ છે. સ્માર્ટ સ્કૂલ, આધુનિક સુવિધાઓની વાતો કરતા સરકારી શાળાના તંત્રની દયનીય વાસ્તવિકતા છે. સરકારી અંગ્રેજી શાળાઓનું ભવિષ્ય કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકોનાં ભરોસે મૂકી દેવાયું છે.
AMC સંચાલિત અમદાવાદની સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં કાયમી શિક્ષકોની ઘટ અંગે માહિતી:
AMC સંચાલિત અમદાવાદની સરકારી હિન્દી માધ્યમની શાળામાં કાયમી શિક્ષકોની ઘટ અંગે માહિતી:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે