મુસ્તાક દલ, જામનગરઃ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ પઠાણનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ફિલ્મના ગીત બેશરમ ગીત રિલીઝ થયા બાદ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. આ ગીતમાં દીપિકા પાદુકોણ ભગવા બિકિનીમાં જોવા મળી રહી છે. આજે જામનગરમાં પણ સમસ્ય રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પઠાણ ફિલ્મમાં હિન્દુ સમાજની લાગણી દુભાવવા મામલે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રાજપૂત સમાજના આગેવાન ભરતસિંહ જાડેજા, પ્રવિણસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
બેશરમ ગીત રિલીઝ થયા બાદ ઠેરઠેર વિરોધ
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત બાદ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં દીપિકા પાદુકોણ કેસરી કલરની બિકિનીમાં જોવા મળી રહી છે અને તેને લઈને હિન્દુ સમાજના લોકો વિરોધ કરી રહ્યાં છે. કારણ કે કેસરી રંગ હિન્દુ ધર્મનું પ્રતિક છે. ત્યારે જામનગરમાં પણ આ ફિલ્મનો વિરોધ કરી બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ક્રિકેટ સટ્ટાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર જીગર ટોપીવાલાની ધરપકડ
જો આ ફિલ્મમાં હિન્દુઓની લાગણી દુભાઇ તેવા તમામ દ્રશ્યો અને શબ્દોને દૂર કરવામાં નહીં આવે તો સમસ્ત રાજપૂત સમાજ સનાતન ધર્મની આન બાન અને શાન જાળવવા માટે સંવિધાનિક રીતે આ ફિલ્મનો વિરોધ અને બહિષ્કાર કરીશું અને આ વિરોધ અને બહિષ્કારની સંપૂર્ણ જવાબદારી આ ફિલ્મ નિર્માતા અને શાહરુખ ખાનની રહેશે. જેથી આ આવેદનની ગંભીર નોંધ લેવા અને આ ફિલ્મને રિલીઝ થતું અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે