Dahod News ધ્રુવગીરી ગોસ્વામી : લીમખેડાના મોટા હાથીધરા ખાતે દાહોદ, પંચમહાલ અને મહિસાગર જીલ્લાના આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. રાજ્યના શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડૉ.કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને આ મહાસંમેલન આયોજિત કરાયું હતું. જેમાં આદિવાસી સમાજમાં લગ્નમાં દીકરીઓના દહેજ, દારૂ અને ડીજે પર પ્રતિબંધની માંગ કરવામા આવી છે. એક તરફ શિક્ષણનું સ્તર ઓછું અને બીજી તરફ હોળી બાદ લગ્ન સીઝન શરુ થતી હોઈ દહેજ પ્રથા બંધ કરવા હાકલ કરાઈ. લગ્નમાં થતા ખોટા ખર્ચને પગલે સમાજ દેવાના બોજના પગલે મોટા શહેરો તરફ મજુરી માટે હિજર કરતા ચિંતા વિષય બન્યો છે. દિકરી ના લગ્નમાં દહેજ, દારુ અને ડીજેના ખોટા ખર્ચને બદલે આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા અપીલ કરાઈ.
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ભીલ સમાજ પંચે આજે મોટા હાથીધરા, લીમખેડા ખાતે એક મહત્વપૂર્ણ મહાસંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો સામે મોટો નિર્ણય લેવામાં આવ્યા છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીડોરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં લગ્ન પ્રસંગોમાં દહેજ, દારૂ અને ડીજેના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી. આદિવાસી ડીજે સંચાલક એસોસિએશને કરેલી રજૂઆત બાદ મંત્રીએ મર્યાદિત અવાજમાં આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડવાની મંજૂરી આપી.
આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે નીચું છે. હોળી બાદ શરૂ થતી લગ્નસરામાં કન્યાઓ પાસેથી ભારે દહેજની માંગ કરવામાં આવે છે. આના કારણે સમાજ આર્થિક રીતે નબળો બની રહ્યો છે. દેવાના બોજ હેઠળ લોકોને મજૂરી માટે સ્થળાંતર કરવું પડે છે. જે બાળકોના શિક્ષણને પણ અસર કરે છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગ્ન પ્રસંગોમાં દારૂનો ઉપયોગ થાય છે. પોલીસ પણ આ બાબતે દુર્લક્ષ સેવે છે. ડીજેના ઊંચા અવાજથી બાળકો, મહિલાઓ અને વડીલોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. આ સામાજિક દૂષણો દૂર કરવા માટે ભીલ સમાજ પંચે આ મહાસંમેલન યોજ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે