Home> India
Advertisement
Prev
Next

ગુજરાતનો પટેલ પાકિસ્તાનનો હુસૈન કેવી રીતે બની ગયો? ગણતરીની પળોમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમેરિકામાં સત્તા પરિવર્તન થયા બાદ ટ્રમ્પ શાસનમાં મોટા પાયે ગેરકાયદે પ્રવાસીઓને વીણી વીણીને તેમના વતન પાછા મોકલવા માટે અભિયાન ચાલી રહ્યું છે. જે હેઠળ અનેક ગુજરાતીઓ પણ પાછા આવ્યા છે. આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. 

ગુજરાતનો પટેલ પાકિસ્તાનનો હુસૈન કેવી રીતે બની ગયો? ગણતરીની પળોમાં થયો ચોંકાવનારો ખુલાસો

ગુજરાતના એ સી પટેલ પાકિસ્તાનના મોહમ્મદ નઝીર હુસૈન બની ગયા હતા...પરંતુ ગણતરીની પળો માટે જ આ શક્ય બન્યું અને પછી તો તેઓ ક્યાંયના ન રહ્યા. પટેલના પાસપોર્ટ પર હુસૈનનું નામ અને નાગરિકતા હતી, પરંતુ અમેરિકી અધિકારીઓએ આ ફ્રોડને સુંધી લીધુ. હુસૈન હોવાનો દાવો કરતા વ્યક્તિનો પર્દાફાશ થઈ ગયો. આખરે અમેરિકી ઓફિસરોએ તેને ભારત પાછો મોકલી દીધો? પરંતુ આ બધુ કેવી રીતે બન્યું? જાણવા જેવું છે. 

fallbacks

અમેરિકાએ પાછા મોકલ્યા
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા કાર્યકાળ બાદ ત્યાં ગેરકાયદે રહેતા પ્રવાસી ભારતીયો સહિત ગેરકાયદે પ્રવાસી સામે મોટી કાર્યવાહી ચાલુ છે. છેલ્લા એક મહિનામાં જ 3 ફ્લાઈટમાં 74 ગુજરાતી નાગરિકો સહિત અનેક  ભારતીયો અમેરિકાથી પાછા આવ્યા. આ કડીમાં પટેલને પણ અમેરિકી ઓફિસરે પાછો ભારત મોકલ્યો છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ પટેલની મુશ્કેલીઓ વધી અને દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી લીધી અને તેના પર ફ્રોડ, પાસપોર્ટના ખોટા ઉપયોગ જેવા ગંભીર આરોપ લાગ્યા. 

અસલી પાસપોર્ટ
ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે તેની પાસે જે પાકિસ્તાની પાસપોર્ટ હતો તે નકલી નહીં પરંતુ અસલી હતો. આ પાસપોર્ટ અસલમાં હુસૈન નામના વ્યક્તિનો હતો, જે ક્યાંક ગુમ થઈ ગયો હતો. પૂછપરછમાં પટેલે બધુ જ  કબૂલ્યું. તેણે જણાવ્યું કે દુબઈમાં એક એજન્ટને પૈસા આપીને તેણે નકલી ઓળખ બનાવી હતી. 

2016માં એક્સપાયર થયો હતો ભારતીય પાસપોર્ટ
પટેલનો અસલ ભારતીય પાસપોર્ટ 2016માં જ એક્સપાયર થઈ ગયો હતો. પરંતુ તેણે નવો પાસપોર્ટ બનાવવાની જગ્યાએ હ્યુમન ટ્રાફિકર્સની મદદ લીધી. આ એજન્ટ્સે તેને નકલી દસ્તાવેજ અપાવ્યા અને તેને દુબઈના રસ્તે અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરી. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ હ્યુમન સ્મગલર્સ સામાન્ય રીતે આવા પાસપોર્ટ પસંદ કરે છે જેમના પર સરળતાથી અમેરિકી વિઝા મળી શકે છે કે પછી સંયુક્ત આરબ અમીરાત (UAE)ના કોઈ નાગરિકના પાસપોર્ટ કોઈ ગેરકાયદે પ્રવાસીને આપી દેવાય છે જેથી કરીને તેને અમેરિકામાં પ્રવેશવામાં સરળતા રહે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More