Gujarat Politics Breaking News : ભરૂચ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું છે. જી હા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પોતાના કામને ન્યાય ન મળતો હોવાના આક્ષેપ સાથે મહેશ વસાવાએ ભાજપને અલવિદા કર્યું. મહેશ વસાવા પાર્ટીથી નારાજ હોવાથી પક્ષ સાથે છેડો પાડ્યો.
મહત્વનું છે કે, મહેશ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહેશ વસાવા બીટીપીના સ્થાપક છોટુભાઈ વસાવાના પુત્ર છે. વર્ષ 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. પરંતું અચાનક જ મહેશ વસાવાના ભાજપ છોડવાના સમાચારથી ગુજરાતનાj રાજકારણમાં ચર્ચા જાગી છે.
માજી ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે સાથે છેડો ફાડતા રાજકારણમાં હલચલ થઈ ગઈ છે. હજી ગત વર્ષે જ મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા.
રાહુલ ગાંધીને ગુજરાતમાં રસ પડ્યો! આવતીકાલે ફરી આવશે, બેક ટુ બેક મીટિંગ કરશે
તેમણે આ મામલે સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટાંકીને લખ્યું કે, હું મહેશભાઈ છોટુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ના સામાન્ય સભ્ય પદ પરથી રાજીનામુ આપુ છું. કારણ, Dr ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ ઈશ પવિત્ર જન્મદિન પર ભારત કા પવિત્ર સંવિધાન લિખને વાલા ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ ઈશ સમય મેં ભારત સંવિધાનસે નહિ ચલતા દિખરહા મેં ભારત કી જનતા કો બતાના ચાહતા હું આદિવાસી. દલિત ઓ.બી.સી મુસ્લિમ, ઈસાય (ખ્રિસ્તી), શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ હમ સાથમેં મેં ચલેંગે સાથમેં લડેંગે R S S ઓર BJP કી વિચાર ધારાકો ખતમ કરેંગે આગે બહુત લાડના હે લડેંગે બટોગે તો કટોગે ભારત બના હે બના રહેગા. જય ભારત... જય સંવિધાન... જય જોહાર... જય મૂળનિવાસી... લિ મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ M L A ગુજરાત
મહેશ વસાવા અંગે કોંગ્રેસની પ્રતિક્રીયા
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો ભાજપ સાથે છેડા ફાડવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ભાજપા સાથે જોડાનારા મહેશ વસાવાએ બાબા સાહેબના જન્મ દિવસે ભાજપ છોડ્યું. તેમને રાજીનામાં ઉલ્લેખ કરલા મુદ્દા ભાજપાનુ ચરિત્રને ખુલ્લુ પાડે છે. ભાજપાની માનસિકતા આદિવાસી વિરોધી છે. બંધારણ વિરોધી ભાજપા બંધારણને દરિયામાં ફેંકવાની વાત કરે છે. આવા લોકા સાથે મહેશ વસાવાનો મોહભંગ થયો છે. ભાજપાની કામ કરવાની નીતિ આદિવાસી સમાજ માટે નુકસાનકારક છે. ભાજપ બંધારણ પર તરાપ મારે છે, એટલે મહેશ વસાવાનો મોહ ભંગ થયો છે. મહેશ વસાવાના નિવેદનથી ભાજપાનો ચહેરો ખુલ્લો પડ્યો છે.
ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીની મુસાફરી સરળ બનશે, નીતિન ગડકરીએ બનાવ્યો નવા હાઈવેનો પ્લાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે